ગુજરાતના આ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર

ગુજરાતના આ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર : અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડા બિપરજોય અંગે ગુજરાતના હવાામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે.

વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે તારીખ 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના આ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર

તારીખ 11, 12 અને 13 જૂનના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત તારીખ 15 જૂનના રોજ વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ,મોરબી, દ્વારકા,ઓખા પીપાવાવ પોર્ટ, જાફરાબાદ, કચ્છ પવનની ગતિ વધુ જોવા મળતા 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

દ્વારકા અને મોરબીના બંદર પર 4 નંબરનું સિગ્નલ

બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયા વિસ્તારમાં આજે સવારથી પવનની ગતિમાં પણ વધારો થયો છે, અને દરિયો પણ તોફાની બન્યો હોવાના કારણે 4 નંબરનું સિગ્નલ દરિયાકાંઠા વિસ્તારોમાં લગાવવામાં આવ્યું છે, તેમ જ આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા છે.

દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધી છે. પાટણ જિલ્લામાં મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા પવને તારાજી સર્જી છે.

રાધનપુરના કેટલાક ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે જાવંત્રી ગામે મકાનોના પતરા ઉડ્યા હતા. ભારે પવનના કારણે અનેક કાચા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. 10 થી વધારે કાચા મકાનોના પતરા ઉડયા હતા.

રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

તારીખ 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ, જામનગર અને દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 15 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં પવનની ગતિ 125 થી 135 કિમી રહેશે સંભાવના છે.

જ્યારે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં બિપોરજોય વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે.

આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થયો છે, આ સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાના મોજા પણ પવનને કારણે 10 થી 15 ફૂટ ઊંચા ઉડી રહ્યા છે, જેને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 4 નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યો છે.

રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ ભારે પવનને લીધે ઘરોના પતરા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને, અત્યાર સુધી બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે, પરંતુ દ્વારકા અને મોરબીના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

Importan Link

બિપોરજોય વાવાઝોડું લાઈવ સ્ટેટ્સ અહીં ક્લીક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Credit link

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!