વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર; સામે આવ્યા વાવાઝોડાએ સૌરાષ્ટ્ર કચ્છમાં મચાવી તબાહીના , ડરામણા દર્શ્ય જુઓ

વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર; બિપરજોરના કહેરની સૌરાષ્ટ્ર, કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. એક બાજુ, તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ, ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર, આમ એકસાથે ત્રણ-ત્રણ આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના 49 હજારથી વધુ લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા છે તેમજ કચ્છ જિલ્લામાં આવેલી તમામ પવનચક્કી સદંતર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. 17 તારીખ સુધી તમામ પવનચક્કી બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર; સામે આવ્યા વાવાઝોડાએ સૌરાષ્ટ્ર કચ્છમાં મચાવી તબાહીના , ડરામણા દર્શ્ય જુઓ 2

ગુજરાતના દરિયાકાંઠે કચ્છમા બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર

બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાઈ ગયું છે, પરંતુ એની વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં છે, આથી રસ્તાઓ પર પસાર થવા લોકોને હાલાકી પડી રહી છે તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, આથી લોકો ચિંતામાં મુકાયા છે. ભુજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સૂનકાર છવાઇ ગયો છે.

વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયાં છે તેમજ નદી-નાળાં વરસાદી પાણીથી છલકાયાં છે. ગીર પંથકના સરસિયા, જીરા, ડાભાળી, હીરાવા અને નાગધ્રામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આથી નાગધ્રા ગામની શેલ નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂરથી બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે તેમજ બનાસકાંઠા, લાખણી, દિયોદર, ભાભર, ધાનેરા, ડીસા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

‘બિપરજોય’નું બિહામણું ટ્રેલર

ગુજરાતમાં કચ્છના જખૌ નજીક આજે રાત્રિના સમયે ‘બિપરજોય’ વાવાઝોડું લેન્ડફોલ કરશે. હવામાન વિભાગના મતે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે પવનની ગતિ 100થી 125 કિલોમીટરની હોઈ શકે છે. જોકે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવે એ પહેલાં જ રાજ્યના 1600 કિલોમીટરના દરિયાકાંઠા પર તેની અસર દેખાવા લાગી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે.’બિપરજોય’ની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થવાની શક્યતા છે. ત્યારે કચ્છમાં અત્યારથી જ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ એટલી જોરદાર છે કે, ભચાઉના જંગી-લલિયાણા રોડ પર 66 કેવીનો વિશાળ વીજપોલ જમીનદોસ્ત થયો હતો. આ સિવાય માનકૂવા પાસે પણ એક વિશાળ વીજપોલ ધરાશાયી થયો હતો.

આ ઉપરાંત અનેક વિસ્તારમાં નાના વીજપોલને નુકસાન થયું છે. કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંની અસર રહેતી હોય છે. આવાં વાવાઝોડાં સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદૃષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટીપર્પઝ સાઇક્લોન શેલ્ટર્સ (MPCS)નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યાં છે.

સામે આવ્યા વાવાઝોડાએ સૌરાષ્ટ્ર કચ્છમાં મચાવી તબાહીના

રાજ્યમાં અત્યારસુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે એવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળક, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.

 

હવે ઉત્તર ગુજરાતમાં સર્જાઈ શકે તારાજી

બીપરજોય વાવાઝોડાની વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં.ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં હતા.રસ્તાઓ પર પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Sharing Is Caring: