Date 01-03-2021 : General Knowledge And Latest News

 

Date 01-03-2021 : General Knowledge And Latest News

Today’s Date : 01-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:

 ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

ત્રિપુરામાં પ્રથમવાર પ્લાસ્ટિકના કચરામાંથી રોડ તૈયાર કરાયો :

– ત્રિપુરાના અગરતલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પ્રથમવાર પ્લાસ્ટિકના કચરામાંથી રોડ તૈયાર કરવામાં આવ્યો.

– ત્રિપુરા રાજ્ય સરકારે પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા અને પ્રયાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી આ રસ્તાનું નિર્માણ કર્યું છે.

– આ રસ્તાનું તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી બિપ્લબ કુમારે ઉદ્‌ઘાટન કર્યું.

– અગરતલાના BK રોડ નજીક મહિલા કૉલેજની સામે આશરે 680 મીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે.

– અગરતલા મ્યુનિસિપલ કૉર્પોરેશન દરરોજ આશરે 19 ટન પ્લાસ્ટિક કચરો એકઠો કરે છે.

– ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં દરવર્ષે 26 હજાર ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદી પુડ્ડુચેરીના પ્રવાસે :

– વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પુડ્ડુચેરીમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો.

– વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ 45-Aના 4 લૅનિંગ માટેના શિલાન્યાસ કર્યા.

– તેમણે ઇન્દિરા ગાંધી સ્પોટ્‌ર્સ કૉમ્પ્લેક્સમાં સિન્થેટિક ઍથ્લેટિક-ટૅકનો શિલાન્યાસ પણ કર્યો હતો. 

– ઉપરાંત, જવાહરલાલ ઇન્સ્ટટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER)માં બ્લડ સેન્ટર અને લોસ્પેત શહેરમાં મહિલા રમતવીરો માટે 100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્‌ઘાટન કર્યું, જેમાં હૉકી, વૉલીબૉલ, વેઇટલિફ્ટિંગ, કબડ્ડી અને હૅન્ડબૉલના ખેલાડીઓનો સમાવેશ કરાશે. જેમને સ્પોટ્‌ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ કોચ દ્વારા તાલીમ અપાશે.

– સાગરમાલા યોજના અંતર્ગત પુડ્ડુચેરી પોર્ટ ડેવલપમેન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ પોર્ટ પુડ્ડુચેરીના ઉદ્યોગો માટે કાર્ગો અવરજવરની સુવિધા આપશે અને ચેન્નાઈ પોર્ટમાં લોડિંગનું ભારણ ઘટાડશે.

જયેશ હરિયાણીને FAIA પુરસ્કાર એનાયત કરાયો :

– જયેશ હરિયાણીને અમેરિકન ઇન્ટિટ્યૂટ્યૂટ ઑફ આર્કિટૅક્ટ્સ દ્વારા FAIA પુરસ્કાર એનાયત કરાયો.

– ભારતીય મૂળના આર્કિટૅક જયેશ હરિયાણીને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટૅક્ટ્સ FAIA પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

– FAIAનું પૂરું નામ: Fellowship of American Institute of Architects.

– આ પુરસ્કાર અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટૅક્ટ્સ દ્વારા પ્રખ્યાત આર્કિટૅકને અપાતું સર્વોચ્ચ સન્માન છે.

– આર્કિટૅક્ચરલ શિક્ષણના ક્ષેત્રે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિટૅક્ચરલ અને ડિઝાઇન પ્રોફેશનની પ્રગતિ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને જ આ માનદ પુરસ્કાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જ્યૂરી દ્વારા એનાયત કરવામાં આવે છે.

– જયેશ હરિયાણીએ ભારત અને વિદેશમાં ઘણા પ્રખ્યાત પ્રોજેક્ટમાં કામ કર્યું છે. જેવા કે, કેદારનાથના પુન:વિકાસ માટે માસ્ટર પ્લાન, ધોલેરાની ટાઉન પ્લાનિંગ યોજના (TPS) વિશ્વ બૅન્કના ભંડોળથી વિશાખાપટ્ટનમ્ બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ રાજકોટ સ્માર્ટ સિટીનો માસ્ટર પ્લાન વગેરે.

– આ ઍવૉર્ડ મેળવનાર જયેશ હરિયાણી પાંચમા ભારતીય છે.

‘અમદાવાદ કરશે મતદાન’ ટૅગ-લાઇનને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું :

– ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ યોગેશ પારેખ દ્વારા મહાનગર પાલિકાની ચૂંટણીમાં લોકો વધુને વધુ પ્રમાણમાં મતદાનમાં જોડાય તે માટે ‘અમદાવાદ કરશે મતદાન’ ટૅગ-લાઇન આપી.

– આ ટૅગ-લાઇન હેઠળ 24 કલાકમાં જ 33 હજારથી વધારે લોકોએ ઈ-સંકલ્પ અને ‘હું મતદાન કરીશ’ તેવા વીડિયો બનાવીને શેર કર્યા હતા.

– ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ રેકૉર્ડ અંગેનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

નીતિન પટેલે તાજેતરમાં ‘ગુજરાત બજેટ ઍપ્લિકેશન’ લૉન્ચ કરી :

– ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે તાજેતરમાં ‘ગુજરાત બજેટ ઍપ્લિકેશન’ લૉન્ચ કરી.

– નીતિન પટેલ 3 માર્ચ, 2021ના રોજ નાણાકીય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરશે.

– તેનું જીવંત પ્રસારણ આ ઍપ્લિકેશન પર થશે.

– વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. બજેટ માટે મોબાઇલ ઍપ્લિકેશન બનાવનાર ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

– આ ઍપ્લિકેશનમાં સરકારનાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર અને 27 વિભાગોનું વિભાગ પ્રમાણેનું બજેટ ઉપલબ્ધ કરાશે.

– બજેટની મહત્ત્વની બાબતો અંદાજપત્ર પ્રવચન રસપ્રદ માહિતી પણ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે.

– ગુજરાત સરકારના બજેટની મુખ્ય બુક અને અન્ય 73 જેટલાં પ્રકાશનોનાં આશરે 55 લાખ જેટલાં પેજ દરવર્ષે પ્રિન્ટ કરાય છે. જેથી પેપર અને નાણાં બંનેનો વ્યાપક વપરાશ થાય છે.

ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીનું ઉદ્‌ઘાટન :

– ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીનું ઉદ્‌ઘાટન કેરળ ખાતે કરવામાં આવ્યું.

– ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી Kerala University of Digital Sciences, Innovation and Technology (KuDSIT)નું ઉદ્‌ઘાટન કેરળ રાજ્યના રાજ્યપાલ આરિફ મહમ્મદખાને વીડિયો કૉન્ફરન્સના માધ્યથી કર્યું હતું.

– કેરળની ટૅક્નૉ-સિટી મંગલાપુરમ્‌માં આ ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

– કેરળ રાજ્ય સરકારની Indian Institute of Information Technology and Management Kerala (IIITM-K)ને અપગ્રેડ કરીને આ યુનિવર્સિટીની સ્થાપના બનાવવામાં આવી છે.

FIFOના નવા પ્રમુખ તરીકે ડૉ. એ. સકતીવેલની નિમણૂક :

– નિકાસકારોની સંસ્થા Federation of Indian Export Organisations (FIFO)ના નવા પ્રમુખ તરીકે તાજેતરમાં ડૉ. એ. સકતીવેલ (Dr. A. Sakthivel)ની નિમણૂક કરવામાં આવી.

– તેઓએ શરદ કુમાર શરાફનું સ્થાન લીધું.

– તેઓએ ચૅમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોઈમ્બતુરના પ્રમુખ અને UGO Bank IDBI અને ECGCના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.

– ભારત સરકાર દ્વારા તેઓને વર્ષ 2009માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Federation of Indian Export Organisations:

– સ્થાપના: 1965

– મુખ્યાલય: નવી દિલ્હી

– DG & CEO: અજય સહાય

‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી’- મોદી :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન  ખાતે કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. સિસ્ટર પી. નિવેદાએ PM ને રસી આપી હતી. ત્યારે મીડિયાને નિવેદન આપતા સિસ્ટર નિવેદાએ કહ્યું કે, તેઓએ મને પૂછ્યું કે હું ક્યાંની રહેવાસી છું અને વેક્સીનેશન બાદ તેઓએ કહ્યું કે- રસી આપી પણ દીધી, ખબર જ ન પડી. મહત્વનું છેકે, PMને 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે.

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, થશે 1 કરોડ લોકોને ફાયદો :

કેન્દ્ર સરકારે 2 વર્ષની અંદર 1 કરોડ લોકોને મફત એલપીજી કનેક્શનો આપવાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે કહ્યું કે ઓછામાં ઓછા ઓળખ દસ્તાવેજો સાથે અને સ્થાનિક નિવાસ પુરાવા વિના જોડાણો આપવાની યોજના તૈયાર છે. સાથે જ ગ્રાહકો નજીકના ત્રણ ડીલરો પાસેથી રીફીલ સિલિન્ડર મેળવી શકશે. ચાર વર્ષમાં 8 કરોડ લોકોને મફત કનેક્શન અપાયા છે.

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :
૨૬-૦૨-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

Sharing Is Caring: