Date 02-03-2021 : General Knowledge And Latest News

Date 02-03-2021 : General Knowledge And Latest News

 
Today's Date : 02-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:

 ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

સિટી ઇનોવેશન એક્સ્ચેન્જ પ્લૅટફૉર્મ (CiX):

- આ એક પ્લૅટફૉર્મ છે જે શહેરો સાથે ઇનૉવેટર્સને જોડશે જેથી શહેરોની વધતી સમસ્યાનું નવીન સમાધાન શોધી શકાય.

- આ પ્લૅટફૉર્મ નાગરિક સંગઠનો, શિક્ષણવિદો અને સરકારને શહેરની સમસ્યાઓ અને તેના ઉકેલ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન માટે એક મંચ પૂરો પાડે છે.

- આવાસ અને શહેરી બાબતોના કેન્‍દ્રીય મંત્રી: હરદીપસિંહ પુરી

- આ ઉપરાંત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ‘સ્માર્ટ સિટીઝ મિશન’ પણ ચલાવવામાં આવી રહ્યું છે.

- આ મિશનની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશમાં સ્માર્ટ શહેરો વિકસાવવાનું લક્ષ્ય છે.

- આ મિશનમાં શરૂઆતમાં 100 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો પ્રોજેક્ટ પૂર્ણ થવાની મર્યાદા વર્ષ 2019થી 2023 વચ્ચે રાખવામાં આવી છે.

- ‘સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત ગુજરાતનાં 6 શહેરો ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રિ-દિવસીય BRICSની શેરપા બેઠક યોજાઈ:

- ભારતની અધ્યક્ષતામાં ત્રિ-દિવસીય BRICSની શેરપા બેઠક યોજાઈ.

- BRICS-2021નું આયોજન આ વર્ષના અંતે ભારતમાં થવાનું છે. તે પૂર્વે શેરપા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

- આ પહેલાં વિદેશમંત્રી એસ. જયશંકરે સુષ્મા સ્વરાજ ભવન ખાતે આવેલા BRICS સચિવાલયથી ભારત તરફથી BRICS-2021ની વેબસાઇટ લૉન્ચ કરી હતી જે www.brics2021.gov.in છે.

- BRICS એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા દેશોનો બનેલો એક સમૂહ છે જેનું દરવર્ષે સંમેલન યોજવામાં આવે છે.

- BRICSમાં સૌપ્રથમ ચાર દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન હતા. તેની પ્રથમ બેઠકનું આયોજન રશિયાના યૈકતેરિનબર્ગ ખાતે થયું હતું.

- વર્ષ 2010માં સાઉથ આફ્રિકા દેશ જોડાતાં તે BRICS તરીકે ઓળખાય છે.

- BRICSનો ઉદ્દેશ્ય સ્થાયી, ન્યાયસંગત અને પરંપરાગત રીતે તમામ દેશોનો વિકાસ કરવાનો તેમજ સહયોગ વધારવાનો છે.

- મુખ્યાલય: શાંઘાઈ (ચીન) 

2nd 'ગ્લોબલ બાયો-ઇન્ડિયા' ઇવેન્ટ:

- ‘ગ્લોબલ બાયો-ઇન્‍ડિયાએ બાયો-ટૅક્નૉલૉજી ક્ષેત્રના સૌથી મોટા શેરધારકોનું સંમેલન છે.

- તેનું ઉદ્ઘઘાટન કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.હર્ષ વર્ધને કર્યું.

- ‘ગ્લોબલ બાયો-ઇન્‍ડિયાનું આયોજન ‘ડિપાર્ટમેન્‍ટ ઑફ બાયો-ટૅક્નૉલૉજી, BIRAC (બાયો-ટૅક્નૉલૉજી ઇન્‍ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્‍ટ્સ કાઉન્‍સિલ) તેમજ CII (The Confederation of Indian Industry)ની ભાગીદારીથી કરવામાં આવ્યું છે.

- ‘ગ્લોબલ બાયો-ઇન્‍ડિયા’નો ભાગીદાર દેશ સ્વિત્ઝર્લૅન્‍ડ અને ભાગીદાર રાજ્ય કર્ણાટક છે.

- થીમ: Transforming Lives

- ટૅગલાઇન: Biosciences to Bio-Economy

બીજી મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું આયોજન

- બીજી મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું.

- આ સમિટ ‘બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય’ દ્વારા યોજવામાં આવશે તથા FICCI આ સમિટનું ઔદ્યોગિક ભાગીદાર છે.

- આ સમિટની થીમ: “Exploring the potential business opportunities in the Indian maritime sector and making Aatmanirbhar Bharat” છે.

- આ સમિટનો ઉદ્દેશ્ય ભારતીય બંદરો અને મેરિટાઇમ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણને વધારવાનો છે.

- શિપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો): મનસુખ માંડવિયા

‘સૌની યુનિવર્સિટી’ વડોદરા શહેરના સાવલીના ડેસર ખાતે બનશે:

- ગુજરાતની પ્રથમ સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી ‘સૌની યુનિવર્સિટી’ વડોદરા શહેરના સાવલી/ડેસર ખાતે બનશે.

- રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી ‘સૌની યુનિવર્સિટી’ તરીકે ઓળખાશે. 

- આ સ્પોટ્‌ર્સ યુનિવર્સિટીમાં વિવિધ ગૅમ્સના 3000 જેટલા ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે અને સ્પોટ્‌ર્સને લગતા તમામ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે.

- આ સ્પોટ્‌ર્સ યુનિવર્સિટીમાં હ્યુમન પરફૉર્મન્‍સ લૅબોરેટરી, ફિટનેસ ટેસ્ટિંગ લૅબોરેટરી, ઇન્ફર્મેશન કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી લૅબોરેટરી બનાવવામાં આવશે.

- તેમજ ઇન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કૅમ્પસ બનશે જેમાં શારીરિક શિક્ષણ અને રમત-ગમતને લગતા વિવિધ અભ્યાસક્રમ દ્વારા ખેલાડીઓ તથા કોચને શિક્ષણ તાલીમ અને સંશોધનની તક પૂરી પાડવામાં આવશે.

- ઇન્ડોર મલ્ટિપર્પઝ હૉલમાં બાસ્કેટ બૉલ, કબડ્ડી, બૅડમિન્‍ટન, બૉક્સિંગ, હૅન્ડબૉલ, જૂડો, કરાટે, નેટબૉલ, ટેબલ ટેનિસ, વૉલીબૉલ કોર્ટ હશે.

- સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર: ડૉ. અર્જુનસિંહ રાણા 

બેંગ્લોરના વિજ્ઞાનીઓએ ‘રામન સ્પેક્ટ્રોમીટર’ વિકસાવ્યું:

- તાજેતરમાં ઇન્‍ડિયન ઇન્‍સ્ટિટ્યૂટ ઑફ સાયન્‍સ - બેંગ્લોરના વિજ્ઞાનીઓએ એક પોર્ટેબલ ‘રામન સ્પેક્ટ્રોમીટર’ વિકસાવ્યું જે બ્લડ પ્લાઝ્‌માની મદદથી શરીરમાં કોરોના વાઇરસની હાજરી છે કે નહીં તે જણાવશે.

- કોરોનાના દર્દીના બ્લ્ડ પ્લાઝ્‌મામાં ઉત્પન્ન થયેલા બાયો-માર્ક્સને શોધી કાઢશે.

- જ્યારે કોઈ વાઇરસ માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેના પ્રતિકાર માટે લોહીમાં ઍન્‍ટિબૉડીઝ જન્મે છે. બ્લડ પ્લાઝ્‌માની સૅમ્પલની ‘રામન સ્પેક્ટ્રોસ્કોપી’ ડેટાબેઝ તૈયાર થાય તે પછી ‘રામન સ્પેક્ટ્રોમીટર’ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ અને મશીન લર્નિંગની મદદથી સૅમ્પલની ચકાસણી ઝડપી અને અસરકારક બને છે.

- ભોપાલ એઇમ્સના સહયોગથી ઇન્‍ડિયન ઇન્‍સ્ટિટ્યૂટ ઑફ સાયન્‍સ, બેંગ્લોરના વિજ્ઞાનીઓ દ્વારા આ પોર્ટેબલ ‘રામન સ્પેક્ટ્રોમીટર’ વિકસાવાયું છે. 

- પોર્ટેબલ ‘રામન સ્પેક્ટ્રોમીટર’ પ્રોજેક્ટના મુખ્ય સંશોધનકર્તા:

- દીપાંકર નંદી (બાયોકૅમિસ્ટ પ્રોફેસર)

- પ્રો. શિવા ઉમાપથી (સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાત)

ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર:

ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે, ત્યારે કોંગ્રેસની હાર પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓના રાજીનામા કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકારી લીધા છે. જેથી હવે માર્ચના અંત સુધીમાં નવા નેતાઓની જાહેરાત થશે. કોંગ્રેસની કરારી હાર પર કોંગ્રેસ નેતાઓના રાજીનામા પડી રહ્યાં છે.

પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સત્તા:

ગુજરાતમાં કોર્પોરેશન બાદ જિલ્લા-તાલુકા અને પાલિકામાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે. ભરૂચમાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે, તેમ છતાં ઔવેસીની AIMIM પાર્ટીને એન્ટ્રી મળી નથી, ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

૦૧-૦૨-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

૨૬-૦૨-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

Follow me!

Leave a Reply

Your email address will not be published.