Date 03-03-2021 : General Knowledge And Latest News

 

Date 03-03-2021 : General Knowledge And Latest News

Today's Date : 03-03-2021 General Knowledge and latest news For All Competitive Exams

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

‘World Hearing Day’ની ઉજવણી:

- દરવર્ષે 03 માર્ચના રોજ ‘World Hearing Day’ની ઉજવણી કરવામાં આવે છે.

- સૌપ્રથમ ઉજવણી: 03 માર્ચ, 2007માં કરવામાં આવી હતી.

- વર્ષ 2016 પહેલાં આ દિવસ International Ear-Care Day તરીકે ઊજવાતો હતો.

- વર્ષ 2021ની થીમ: Hearing Care for All

‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી:

- દરવર્ષે 03 માર્ચના રોજ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

- 20 ડિસેમ્બર, 2013ના રોજ સંતુક્ત રાષ્ટ્રની મહાસભાના અધિવેશનમાં વિશ્વની અન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ અંગે જાગૃતિ લાવવા 3 માર્ચને ‘વિશ્વ વન્યજીવ દિવસ’ તરીકે જાહેર કરવાનો નિર્ણય કરાયો.

- વર્ષ 2021ની થીમ: ‘Forests and Livelihoods : Sustaining people and planet’

- WWFએ 2020ના વર્ષને ‘Biodiversity super year’તરીકે જાહેર કર્યું હતું.

- વિશ્વ વન દિવસ: 21 માર્ચ

- આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ: 22 મે

જનઔષધિ દિવસ સપ્તાહની ઉજવણી:

- સમગ્ર દેશમાં 1 માર્ચથી 7 માર્ચ દરમિયાન ત્રીજા જનઔષધિ દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

- જનઔષધિ દિવસ સપ્તાહ ઉજવણી દરમિયાન દેશભરનાં જનઔષધિ કેન્દ્રોમાં આરોગ્ય તપાસ કરાશે.

- આરોગ્ય તપાસમાં બ્લડ પ્રેશર, ડાયાબિટિસ જેવી તપાસ વિનામૂલ્યે કરાશે અને તબીબી માર્ગદર્શન અપાશે.

- આ સાથે નાગરિકોને જનઔષધિ કેન્દ્રો ખાતે વેચાતાં ઔષધોની ગુણવત્તા, તેની કિંમતો અને તેના લાભોની જાણકારી પણ અપાશે.

- જનઔષધિ દિવસ: 7 માર્ચ 

- થીમ 2021: Teach Them Young

- આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પર 50થી 90 ટકા સુધી સસ્તી દવા ઉપલબ્ધ કરવામાં આવે છે.

‘વિશ્વ લેખક દિવસ’ની ઉજવણી:

- દરવર્ષે 03 માર્ચના રોજ ‘વિશ્વ લેખક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

- આ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય પેન (PEN) ક્લબ દ્વારા કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પેન (PEN) ક્લબ:

સ્થાપના: 1921, લંડન

- આ ક્લબ સ્થાપવાનો વિચાર ઇંગ્લૅન્ડના લેખક કૅથરિન એની ડૉસન સ્કૉટને આવ્યો હતો.

- આ દિવસની સૌપ્રથમ ઉજવણી: 03 માર્ચ, 1986 

એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડ: ‘નોર્થ રિફ્ટ’:

- બ્રિટિશ એટલાન્ટિક સર્વેના વૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલા રહેતા એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડની શોધ કરી.

- આ તિરાડને કારણે એન્ટાર્કટિકાની આઇસ-શેલ્ફથી એક વિશાળ આઇસબર્ગ છુટો પડ્યો છે. છુટા પડેલા આઇસબર્ગનું કદ 1270 ચોરસ કિમીનું છે. જ્યારે મુંબઈ શહેર 603 કિમીમાં ફેલાયેલું છે.

- આ ઘટના નવેમ્બર 2020માં આઇસ-શેલ્ફ પર પડેલી વિશાળ તિરાડ બાદ બની છે. જાન્યુઆરી 2021માં આ તિરાડ 0.6 માઈલ (1 કિમી) પ્રતિ દિવસની ઝડપે નોર્થ-ઇસ્ટ તરફ વધી રહી હતી પરંતુ, હાલમાં આ આઇસબર્ગ એન્ટાર્કટિકાની આઇસ-શેલ્ફથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે.

- આ તિરાડને ‘નોર્થ રિફ્ટ’ નામ અપાયું છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના સંશોધકોને આ હિસ્સો છૂટો પડી જશે તેવું પહેલેથી લાગતું હતું.

- હાલમાં એન્ટાર્કટિકાની આઇસ સેલ્ફથી આઇસ બર્ગ છૂટો પડી ચૂક્યો છે અને બંને વચ્ચે કેટલાક મીટરની જગ્યા સર્જાઈ ચૂકી છે.

આર્ક્ટિકના વાતાવરણ અને પર્યાવરણને મોનિટર કરવા માટેનો ઉપગ્રહ:

- રશિયન સ્પેસ કોર્પોરેશન Roscosmosએ આર્ક્ટિકના વાતાવરણ અને પર્યાવરણને મોનિટર કરવા માટે તેનો પ્રથમ ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો.

- 'Arktika-M'નામનો ઉપગ્રહ કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમથી સોયુઝ-2.1b કેરિયર રોકેટ દ્વારા લૉન્ચ કરાયો.

- આ સેટેલાઇટમાં મલ્ટિ-સ્પેશિયલ ઇમેજિંગ પે-લોડ સામેલ કરવામાં આવેલ છે, જેના લીધે મીટીરિયોલૉજી અને હાઇડ્રોલૉજી સમસ્યાઓ હલ કરવા અને આર્ક્ટિક ક્ષેત્રના આબોહવા અને પર્યાવરણની દેખરેખ માટે માહિતી એકત્રિત કરવામાં મદદ કરશે.

- રશિયા આગામી 4 વર્ષમાં આ ઉપગ્રહ શ્રેણીના 5 ઉપગ્રહ લૉન્ચ કરશે. આ શ્રેણીના ઉપગ્રહ 2026માં કાર્યરત થશે.

1મી રાષ્ટ્રીય સ્ક્વે ચેમ્પિયનશિપમાં લદાખ સ્ક્વે ટીમે આઠ ચંદ્રક જીત્યા:

- તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી 21મી રાષ્ટ્રીય સ્ક્વે ચેમ્પિયનશિપમાં લદાખ સ્ક્વે ટીમે આઠ ચંદ્રક જીત્યા છે.

- લદાખ ટીમને સ્ક્વે ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા એક આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો.

- સ્ક્વે(Sqay) એ કાશ્મીરી માર્શલ આટ્‌ર્સ છે, જેમાં વળાંકવાળી તલવારનો ઉપયોગ કરીને લડવાનું હોય છે.

- લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી પ્રથમવાર લદાખ સ્ક્વે એસોસિએશન દ્વારા 23 ફેબ્રુઆરીએ કારગીલના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવે દ્વારા સ્ક્વેની ટીમને ફ્લેગ ઑફ કરી હતી.

- લદાખ સ્ક્વે એસોસિએશનના પ્રેસિડન્ટ: ઝુલ્ફીકાર અલી ખાન

- વાઇસ પ્રેસિડન્ટ: મુદાસિર વજીર

ક્રિકેટર આર. વિનય કુમારે નિવૃત્તિની જાહેરાત કરી:

- પૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય તથા કર્ણાટક ટીમના કૅપ્ટન આર. વિનય કુમારે ક્રિકેટનાં તમામ પ્રકારનાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

- તે ‘દાવણગેરે એક્સ્પ્રેસ’ તરીકે ઓળખાય છે.

- વિનય કુમાર મીડિયમ-ફાસ્ટ બૉલર છે, જેણે 2010 અને 2013ની વચ્ચે 1 ટેસ્ટ, 31 વન-ડે અને 9 ટી-20માં ભારત ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

- વિનય કુમારે ડોમેસ્ટિક ક્રિકેટમાં 139 મૅચોમાં 504 વિકેટ ઝડપી હતી, જેમાં 442 વિકેટ રણજી ટ્રૉફીમાં લીધી હતી.

- તેમણે 26 વખત 5 વિકેટ અને 5 વખત 10 વિકેટનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. તેણે 2 સદી અને 17 અડધી સદી સહિત 3311 રન બનાવ્યા છે.

- તેઓ વર્ષ 2008માં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વર્ષ 2014માં કોલકતા નાઇટ-રાઇડર્સ અને વર્ષ 2015થી 2017 સુધી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ હતા.

‘ધ ઇન્ડિયા ટૉય ફૅર-2021’નું ઉદ્‌ઘાટન:

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હી ખાતે ‘ધ ઇન્ડિયા ટૉય ફૅર-2021’નું ઉદ્‌ઘાટન કર્યું. 

- ચાર દિવસીય આ ટૉય ફૅર(મેળો)ના આયોજનનો હેતુ રમકડાંની ખરીદી કરનારાઓ, રમકડાં વેચનારાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ લાભાર્થીઓને એક મંચ આપવાનો છે.

- ભારતમાં રમકડાંનો આ પહેલો મેળો છે જેમાં ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ પ્રદર્શકોનાં જુદાજુદા પ્રકારનાં રમકડાં પ્રદર્શિત કરવામાં આવ્યાં.

- ઉપરાંત, વેબિનાર ચર્ચા અને પ્રવૃત્તિઓ પણ આ મેળામાં કરવામાં આવી. તેમાં પરંપરાગત ભારતીય રમકડાંની સાથે ઇલેક્ટ્રૉનિક રમકડાં, ગૅમ્સ સહિત આધુનિક રમકડાં પણ દર્શાવવામાં આવ્યાં છે.

જાણો આજના દિવસનો શું છે ઇતિહાસ?:

1903: 4 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચ  પ્રથમ વીજળીવાલી તાજ હોટેલ બની હતી.

2009ઃ પાકિસ્તાનના લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર ગોળીબાર. 

2006ઃ શ્રીલંકાના બેટ્સમેન મુથૈયા મુરલીધરને પોતાની 100મી ટેસ્ટ મેચ રમતા પોતાની 1000મી વિકેટ પ્રાપ્ત કરી.

1707ઃ ઔરંગઝેબ નું નિધન (1658-1707)

મોદીનું ભાષણ આખરે કોણ કરે છે તૈયાર?:

પ્રધાનમંત્રી મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે. PMOમાંથી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જુદા જુદા માધ્યમોમાંથી ઈનપુટ એકત્ર કરવાની સાથે જ પીએમ મોદી પોતે જ ભાષણોની રૂપરેખા તૈયાર કરે છે. પ્રધાનમંત્રીને તેના ઈનપુટ પુરા પાડવામાં આવે છે. આરટીઆઈના વળતરનો ઉલ્લેખ કરાયો નથી.

જનતાનું વિકાસના એજન્ડાને સમર્થક: નરેન્દ્ર મોદી:

ગુજરાત મનપાની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ હતું કે, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે.  ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરૂં છું.

રાષ્ટ્રપતિ કોવિંદે કોરોનાની વેક્સિન મુકાવી:

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દિલ્હીની RR હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિએ વેક્સિન લીધા પછી તમામ આરોગ્યકર્મીઓ, ડોક્ટર્સ અને નર્સનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિએ જ્યારે કોરોના વેક્સિન લીધી ત્યારે તેમની સાથે તેમની પુત્રી ઉપસ્થિત રહી હતી. આમ, આજે દિલ્હીની RR હોસ્પિટલમાં દેશના રાષ્ટ્રપતિ ખુદ વેક્સિન લેતા નજરે પડ્યાં હતાં.

બજેટ LIVE: વીજળી મુદ્દે ખેડૂતોને મોટી ભેટ:

હાલ ગુજરાતમાં ખેડૂતોને રાત્રે વીજળી આપવામાં આવે છે. જોકે ગુજરાત સરકારે આજે બજેટમાં  ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખેડૂતોને પાકમાં પાણી આપવા માટે રાત્રે વીજળી આપવામાં આવે છે. તેને બદલીને હવે દિવસે વીજળી આપવામાં આવશે. તે માટે સરકારે 1 હજાર કરોડની જોગવાઈ કરી છે. નવા વીજ જોડાણ માટે 400 કરોડ ફાળવવામાં આવ્યા છે. દિવસે વીજળી આપવા માટે નવા સબ સ્ટેશન બનાવામાં આવશે.

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

૦૨-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

૦૧-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

Leave a Reply

Your email address will not be published.