Date 04-03-2021 : General Knowledge And Latest News

Date 04-03-2021 : General Knowledge And Latest News

Today's Date : 04-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ની ઉજવણી:

- દરવર્ષે ભારતમાં 4 માર્ચના રોજ ‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

- લોકોમાં સુરક્ષા અને શાંતિ જાળવવામાં સહાયરૂપ થતા દરેક સુરક્ષાકર્મી જેવા કે પોલીસ, કમાન્‍ડો, ગાર્ડ, મિલિટરી, પૅરામિલિટરી વગેરેના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ, 1965માં ‘મુંબઈ સોસાયટી અધિનિયમ’ હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ’ની સ્થાપના કરવામાં આવી હતી.

- સૌપ્રથમ ઉજવણી: 4 માર્ચ, 1972

- દરવર્ષે 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન ‘રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની પણ ઉજવણી કરવામાં આવે છે.

- વર્ષ 2021ની ‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ની થીમ: ‘Sadak Suraksha’ (Road Safety)

SBIએ બ્લૉક-ચેઇન પેમેન્ટ નેટવર્ક ‘Liink’ સાથે જોડાણ કર્યું:

- સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વિદેશી વ્યવહારોને વેગ આપવા માટે બ્લૉક-ચેઇન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવા જેપી મોર્ગન સંસ્થાના બ્લૉક-ચેઇન પેમેન્ટ નેટવર્ક ‘Liink’ સાથે જોડાણ કર્યું છે.

- જેનાથી SBI ગ્રાહકોના વ્યવહાર ખર્ચ અને ચુકવણી માટે લેવામાં આવતા સમયમાં ઘટાડો થશે. ઉપરાંત, SBIના ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થશે.

- આ નેટવર્કની શરૂઆત 2017માં ઇન્ટરબૅન્ક ઇન્ફર્મેશન નેટવર્ક તરીકે થઈ હતી જેને ઑક્ટોબર 2020માં Liink તરીકે ઓળખવામાં આવ્યું.

- Liink Solutionમાં 78 દેશોની 400થી વધુ નાણાકીય સંસ્થાઓ અને નિગમોની નોંધણી થયેલ છે જેમાં વિશ્વની ટોચની 50 બૅન્કોમાંથી 27 બૅન્ક સામેલ છે.

- જેપી મોર્ગન CEO: જેમી ડીમોન

- જેપી મોર્ગનનું હેડ-ક્વાર્ટર: ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ

- સંસ્થાના સ્થાપક: જેપી મોર્ગન

-  SBI અધ્યક્ષ: દિનેશકુમાર ખરા

HNGU અને VMOU વચ્ચે કરાર કરાયા:

- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ અને વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી, કોટા(રાજસ્થાન) વચ્ચે કરાર થયા છે. 

- બંને યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ, સંશોધન-પબ્લિકેશન, વિવિધ સેમિનાર અને શૈક્ષણિક મિટિંગ, શૈક્ષણિક સાધન સામગ્રી અને માહિતી, ટૂંકાગાળાના શૈક્ષણિક પ્રોગ્રામ,ખેલકૂદ બાબતે કરાર કરવામાં આવ્યા.

- ઉપરાંત, બંને રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આદાનપ્રદાન કરાશે, તેમજ અભ્યાસર્થે વિનિમય કરવામાં આવશે. 

- આ પ્રકારના કરારથી બંને યુનિવર્સિટી સાથે બંને રાજ્યો વચ્ચે પણ શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધી શકાશે.

- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર: જે. જે વોરા

રાજ્યસભા અને લોકસભા ટીવી ચૅનલોનું વિલીનીકરણ:

- તાજેતરમાં રાજ્યસભા અને લોકસભા ટીવી ચૅનલોનું વિલીનીકરણ કરી દેવામાં આવ્યું. ભારતીય સેવાના નિવૃત્ત અધિકારી રવિ કપૂરની નિમણૂક સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કરવામાં આવી.

- સંસદ ટીવી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ બે અલગ-અલગ ચૅનલ પર પ્રસારિત કરશે. 

- બંને ચૅનલોને એક કરવા માટે પ્રસાર ભારતીના પૂર્વ અધ્યક્ષ સૂર્ય પ્રકાશની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના અહેવાલને આધારે રાજ્યસભાના સભાપતિ એમ. વૈંકૈયા નાયડુ અને લોકસભાના સભાપતિ ઓમ બિરલાએ સંયુક્તપણે આ નિર્ણય લીધો છે. 

- રાજ્યસભા ટીવી ચૅનલની શરૂઆત: 2011

- લોકસભા ટીવી ચૅનલની શરૂઆત: 2006

વિમોચન: ‘સુગમ્ય ભારત ઍપ’ અને ‘ઍક્સેસ ધી ફોટો ડાઇજેસ્ટ’:

- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે ‘સુગમ્ય ભારત ઍપ’ અને ‘ઍક્સેસ ધી ફોટો ડાઇજેસ્ટ’ નામની હૅન્‍ડબુકનું વિમોચન કર્યું.

- સુગમ્ય ભારત ઍપ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ અને વૃદ્ધોને પર્યાવરણ, પરિવહન, માહિતી અને ટૅક્નૉલૉજી ક્ષેત્રને લગતી ફરિયાદો, જનભાગીદારીના શ્રેષ્ઠ અનુભવો, વિભાગીય માહિતી, માર્ગદર્શિકા, પરિપત્રો મેળવવામાં સરળતા રહેશે.

- ઉપરાંત, આ ઍપમાં દિવ્યાંગજનોને કોવિડને લગતી બાબતોની માહિતીનું ફીચર મળશે.

- ‘ઍક્સેસ ધી ફોટો ડાઇજેસ્ટ હૅન્‍ડબુકમાં વિવિધ રાજ્યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોથી પ્રાપ્ત ફોટોનો સંગ્રહ છે. તેમાં સુગમ્યતાથી જોડાયેલ 10 મૂળભૂત સુવિધા સંબંધિત સારી-ખરાબ પ્રથાઓ વિશે ચિત્રાત્મક રૂપથી સમજાવી છે.

- આ ઍપ અને હૅન્‍ડબુક વિકલાંગ સશક્તીકરણ વિભાગ દ્વારા વિકસાવાઈ છે.

G-20 ફાઇનાન્‍સ મિનિસ્ટર્સ એન્‍ડ સેન્‍ટ્રલ બૅન્ક ગવર્નર્સની બેઠક:

- નાણામંત્રી નિર્મલા સીતારામને G-20 ફાઇનાન્‍સ મિનિસ્ટર્સ એન્‍ડ સેન્‍ટ્રલ બૅન્ક ગવર્નર્સની બેઠકમાં ભાગ લીધો.

- ઇટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રથમ G-20 ફાઇનાન્‍સ મિનિસ્ટર્સ એન્‍ડ સેન્‍ટ્રલ બૅન્ક ગવર્નર્સની બેઠક હતી.

- આ બેઠકનો મુખ્ય હેતુ નાણાકીય ક્ષેત્રને લગતા વૈશ્વિક મુદ્દાઓ અને ગ્લોબલ ઇકોનૉમિક આઉટલૂક પર ચર્ચા કરવાનો હતો.

- આ બેઠક દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના G-20 સમકક્ષો સાથે કોવિડ-19 માટે વિશ્વની સૌથી મોટી રસીકરણ પ્રક્રિયાની માહિતી આપી.

- ઉપરાંત, આ બેઠકમાં ક્લાઇમેન્‍ટ ચેન્‍જ પર પણ ચર્ચા થઈ.

- આ બેઠક ઑક્ટોબર 2021માં આયોજન થનાર G-20 લીડર સમિટ – 2021નો ભાગ છે જે ઇટાલીના રોમમાં આયોજિત થશે.

ગ્રાન્ટેડ શિક્ષકો માટે મોટા સમાચાર:

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક ચાલુ નોકરીવાળા શિક્ષકો પાસેથી સોગંદનામું કર્યાની સર્ટિફિકેટ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષકો ભરતી થાય પછી પસંદગીના સ્થળે શિક્ષકો હાજર થતા ન હતા. તેના કારણે પ્રથમ વખત કમિશનર ઓફ સ્કૂલે હાજર નહીં થતાં શિક્ષકોને બે લાખનો દંડ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જ શિક્ષકોએ આ સોંગદનામું આપવાનું છે.

પાવાગઢની રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ:

યાત્રાધામ પાવાગઢ ખાતેની રોપ વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે. મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચ થી 13 માર્ચ સુધી રોપ વે બંધ કરવામાં આવી છે. મહત્વનું છેકે, પાવાગઢનું મંદિર ખુલ્લુ રહેશે. આથી ભક્તોએ જો માં ના દર્શન કરવા હશે તો તેમણે પગપાળા ગઢ ચઢીને ઉપર આવવુ પડશે. મહત્વનું છેકે, રોપવેનું આ વાર્ષિક મેન્ટેનન્સ હોવાથી એક અઠવાડિયા માટે તેને બંધ કરવામાં આવી છે.

મોટો નિર્ણય: પીએફ વ્યાજ દર 8.50% !:

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ 2020-21ના વ્યાજના દર સંબંધિત મોટો નિર્ણય લીધો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં 8.50 ટકાના વ્યાજ દર જાળવશે. વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં. દરમિયાન, નાણાકીય વર્ષ 2019-20માં પણ ઇપીએફઓ ભંડોળ પર 8.50 ટકા વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

205 રનમાં સમેટાયું ઇંગ્લેન્ડ:

અમદવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી સિરીઝની ચોથી ટેસ્ટમાં અંગ્રેજોને ભારતે માત્ર 205 રનમાં સમેટી લીધું છે. ઇંગ્લેન્ડ માટે માત્ર બેન સ્ટોક્સે 55 રન બનાવ્યા હતા. જયારે અન્ય બેસ્ટમેનો મોટો સ્કોર બનાવામાં નિષ્ફળ રહ્યા હતા. ત ભારત તરફથી અક્ષર પટેલે 4, અશ્વિને 3, મોહમ્મદ સિરાજે 2 અને વોશિંગટન સુંદરે એક વિકેટ લીઘી હતી. જયારે ઇંશાત શર્માને એક પણ વિકેટ મળી ન હતી.

શાળા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય:

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટીની તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તેનો નિર્દેશ કર્યો છે. જો આવું નહીં કરાય તો ફાયર સેફટી વિનાની શાળાઓની મંજૂરી રદ્દ કરવામાં આવશે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. તેમજ શાળામાં બાળકો, શિક્ષકો અને સ્ટાફની સુરક્ષા મહત્વની હોવાનું હાઇકોર્ટે કહ્યું છે. તો ગુજરાત સરકારને ફાયર સેફટી મુદ્દે હરિયાણા મોડેલ અપનાવાની સૂચના પણ હાઇકોર્ટે આપી છે.

કાશ્મીર મુદ્દે અમે અમારી નીતિઓ બદલી નથી: USA:

અમેરિકાએ કહ્યું કે, ભારત સરકાર પોતાના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના આર્થિક અને રાજકીય હાલાતને સંપૂર્ણ રીતે સામાન્ય કરવાની દિશામાં જે પ્રયત્નો કરી રહી છે તેનાથી અમે સંતુષ્ટ છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસએ કહ્યું કે, અમે સતત જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા ફેરફાર પર નજર રાખી રહ્યા છીએ. કાશ્મીર મુદ્દે અમે અમારી નીતિઓ બદલી નથી.

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

૦૩-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

૦૨-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

Leave a Reply

Your email address will not be published.