![]() |
Date 05-03-2021 : General Knowledge And Latest News |
Today’s Date : 05-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:
ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.
ભારત અને ફિજી વચ્ચે કૃષિ અને અન્ય ક્ષેત્રમાં કરારને મંજૂરી:
– કેન્દ્રીય કૅબિનેટે ભારત અને ફિજી વચ્ચે કૃષિ અને અન્ય ક્ષેત્રમાં સહયોગ માટેના કરારને મંજૂરી આપી.
– આ કરાર ભારતીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ફિજીના કૃષિ મંત્રાલય વચ્ચે કરવામાં આવ્યા હતા. જે આગામી 5 વર્ષ માટે અમલમાં રહેશે.
– તેમાં સંશોધન, વૈજ્ઞાનિક, નિષ્ણાત, વિશેષજ્ઞ અને ટૅક્નિકલ તાલીમાર્થીઓ સહિતના ક્ષેત્રોમાં સહયોગની જોગવાઈ છે.
કરાર અંદર સમાવિષ્ટ બાબતો:
– બંને દેશો વચ્ચે ટૅક્નૉલૉજીનું આદાનપ્રદાન કરવામાં આવશે.
– કૃષિ ક્ષેત્ર માટે માળખાકીય સુવિધાનો વિકાસ કરવો.
– સેમિનાર અને વર્કશોપ યોજીને અધિકારી અને ખેડૂત તાલીમ દ્વારા માનવ સંશોધનોનો વિકાસ કરવો.
– કૃષિ ચીજવસ્તુઓના માર્કેટિંગ, પ્રોસેસિંગ મૂલ્યવૃદ્ધિમાં રોકાણને પ્રોત્સાહન આપવું.
– બજાર વપરાશ દ્વારા કૃષિ ઉત્પાદનોના સીધા વેપારને પ્રોત્સાહન આપવું.
– સંશોધન પ્રોજેક્ટ અને પ્રોગ્રામના અમલીકરણનું સંયુક્ત આયોજન કરવું.
ભારત અને ફ્રાન્સ વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા કરારને મંજૂરી:
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેન્દ્રીય કૅબિનેટે ભારત અને ફ્રાન્સ વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા કરારને મંજૂરી આપી.
– જાન્યુઆરી-2021માં MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં સૌર, પવન, હાઇડ્રોજન અને બાયોમાસ ઊર્જાને લગતી ટૅક્નૉલૉજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ કર્મચારીઓના વિનિમય અને તાલીમ, માહિતી અને ડેટાની આપ-લે, વર્કશોપ અને સેમિનારનું આયોજન, સાધનસામગ્રીની લેવડદેવડ, સંયુક્ત સંશોધન અને પ્રોજેક્ટ જેવી બાબતો આવરી લીધી છે.
– ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં 2030 સુધીના 450 ગીગાવોટ લક્ષ્યને હાંસલ કરવાની પ્રક્રિયામાં મદદ કરશે.
– ભારત વર્ષ 2021-22માં હાઇડ્રોજન એનર્જી મિશન શરૂ કરશે.
પ્રોફેસર ઉત્તમા લાહિરીની ટાટા ઇનોવેશન ફેલોશિપ માટે પસંદગી:
– વિશ્વ મહિલા દિવસ નિમિત્તે IIT-ગાંધીનગરના પ્રોફેસર ઉત્તમા લાહિરીની ટાટા ઇનોવેશન ફેલોશિપ માટે પસંદગી થઈ છે.
– જેઓ હાલ Parkinson’s Disease રોગના દર્દીઓની હેરફેર સરળ બનાવવા માટે તેમને પહેરી શકાય એવું ‘સ્માર્ટ વેર’ વિકસિત કરી રહ્યાં છે, જેથી દર્દીઓ ટૅક્નૉલૉજીની મદદથી પોતાની હિલચાલ નિયંત્રિત કરી શકશે.
– આ નવતર સંશોધન માટે તેમની ટાટા ઇનોવેશન ફેલોશિપ માટે પસંદગી થઈ છે.
– તેને કેન્દ્રીય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા ઍવૉર્ડ અપાયો. આ ઍવૉર્ડમાં માસિક ફેલોશિપની રકમ અને ત્રણ વર્ષ માટે આકસ્મિક ગ્રાન્ટનો સમાવેશ થાય છે.
– ટાટા ઇનોવેશન ફેલોશિપ એ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલય દ્વારા દેશના ઉત્કૃષ્ઠ પાંચ વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. જે બાયોલૉજિકલ સાયન્સ, બાયોટૅક્નૉલૉજી ઍન્ડ હેલ્થ કેર, કૃષિ, પર્યાવરણ, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, પશુધન જેવાં ક્ષેત્રોમાંથી પસંદગી કરવામાં આવે છે.
– વિશ્વ મહિલા દિવસ: 8 માર્ચ
પ્રોફેસર સીમા જોષીને ગ્લોબલ આઇકોનિક ઍજ્યુકેશનિસ્ટ ઍવૉર્ડ:
– The Glorious Organization for Accelerated to Literacy (GOAL) દ્વારા ગુજરાત ટૅક્નૉલૉજીકલ યુનિવર્સિટીના પ્રોફેસર સીમા જોષીને બ્લૉક ચેઇન ટૅક્નૉલૉજી અને સાયબર સિક્યૉરિટીઝ ઍજ્યુકેશન અને રિસર્ચમાં યોગદાન બદલ ગ્લોબલ આઇકોનિક ઍજ્યુકેશનિસ્ટ ઍવૉર્ડ આપીને સન્માનિત કરાયા.
– તેમના દ્વારા અત્યાર સુધીમાં 20થી વધારે રિસર્ચ પેપર રજૂ કરાયાં છે. આ ઉપરાંત, તેમના દ્વારા લખાયેલ પુસ્તક ‘ઑબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇન જાવા’ જીટીયુમાં અને ‘કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ-2’ પુસ્તક મુંબઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે.
– દિલ્હી ખાતેથી સંચાલિત GOAL સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા દરવર્ષે ગરીબી, સ્વાસ્થ્ય, સ્કીલ ડેવલોપમેન્ટ અને લિટ્રસી જેવાં વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ વર્ષ-2016થી જુદી-જુદી કૅટેગરીમાં ઍવૉર્ડ જાહેર કરવામાં આવે છે.
નૈનિતાલમાં ‘ઘરો કી પેચાન, ચેલિક નામ’ વિકાસ યોજના શરૂ:
– ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે નૈનિતાલમાં 42 કરોડ રૂપિયાની ‘ઘરો કી પેચાન, ચેલિક નામ’ (પુત્રીનું નામ ઘરની ઓળખ) કાર્યક્રમ અને વિકાસ યોજના શરૂ કરી.
– આ યોજના શરૂઆતના ધોરણે નૈનિતાલમાં શરૂ કરવામાં આવી. ત્યારબાદ હવે સમગ્ર ઉત્તરાખંડમાં શરૂ કરાશે.
– રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણના ભાગ રૂપે રાજ્યનાં 32,000 મહિલા જૂથોને આત્મનિર્ભર બનાવવા માટે સ્વરોજગાર સાથે જોડવામાં આવશે.
– જેમાં વિકાસ કાર્યોનાં ભાગ રૂપે સુખા તાલ તળાવના કેચમેન્ટ એરિયાને ફરીથી જીવંત બનાવાશે અને બ્યુટિફિકેશન પ્રક્રિયા કરાશે.
ભારતીય વાયુસેના ‘Exercise Desert Flag-VI’માં ભાગ લઈ રહી છે:
– ભારતીય વાયુ સેના પ્રથમ વાર ‘Exercise Desert Flag-VI’માં ભાગ લઈ રહી છે જેનું આયોજન 03 માર્ચથી 27 માર્ચ 2021 દરમિયાન યુ.એ.ઈના ‘AL-Dhafra Airbase’ ખાતે કરાયું છે.
– ‘Exercise Desert Flag-VI’ યુનાઇટેડ આરબ અમીરાત ઍરફોર્સ દ્વારા યોજાયેલો વાર્ષિક મલ્ટી-નૅશનલ યુદ્ધાભ્યાસ છે.
– આ ઍક્સરસાઇઝમાં આરબ અમીરાત, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ફ્રાન્સ, સાઉદી આરબ, દક્ષિણ કોરિયા અને બહેરિનની વાયુ સેના પણ ભાગ લઈ રહી છે.
– IAFના છ(6) Su-30 MKI, બે(2) C -17 અને એક(1) IL -78 ટૅન્કર ઍરક્રાફ્ટ સાથે ભાગ લઈ રહ્યાં છે.
આજે પંતની સદી, ભારતની 89 રનની લીડ:
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બીજા દિવસને અંતે ભારતે 7 વિકેટે 294 રન બનાવ્યાં છે. સુંદર 60 રને અને અક્ષર 11 રને રમતમાં છે. જેથી ભારતે 89 રનની લીડ મેળવી લીધી છે. આજનો બીજો દિવસ પંતના નામે રહ્યો. પંતે મોદી સ્ટેડિયમમાં પ્રથમ સદી ફટકારી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા હતા. જોકે, કોહલી કેપ્ટન તરીકે 8વાર શૂન્યમાં આઉટ થયો છે. જેણે ધોનીની બરોબરી કરી છે.
મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાશે:
અભિનેતા મિથુન ચક્રવર્તી 7 માર્ચે બીજેપીમાં સામેલ થશે. પીએમ મોદીની બ્રિગેડ મેદાનની રેલીમાં મિથુન ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. જણાવી દઇએ કે 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત થઇ હતી. તે બાદથી ચક્રવર્તીના બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.જણાવી દઇએ કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે.
જિઓ ટૂંક સમયમાં લોન્ચ કરશે લેપટોપ:
ટેલિકોમ ક્ષેત્ર પછી રિલાયન્સ જિઓ પણ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ઇનોડ્રોસ બનાવવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં જિયો બુકના નામથી પોતાનો પહેલો લેપટોપ લોન્ચ કરી શકે છે. લેપટોપમાં ફોર્ક એન્ડ્રોઇડ હશે, જેને JioOS તરીકે ઓળખવામાં આવશે. આમાં તમામ Jio એપ્લિકેશનોને સપોર્ટ કરવામાં આવશે. તે 4જી એલટીઇ સપોર્ટ સાથે આવશે. આ માટે જિઓએ ચીની કંપની બ્લુબેંક કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે.
TMC એ જાહેર કરી 291 ઉમેદવારોના નામની યાદી:
પ. બંગાળના CM મમતા બેનરજીએ કોલકાતામાં પોતાના કાલીઘાટ ખાતેના નિવાસસ્થાનેથી તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમની પાર્ટીએ 3 બઠકો પોતાની સહયોગી ગોરખા જનમુક્તિ મોર્ચા માટે છોડી છે. પ. બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. તેમણે જણાવ્યું, હું ભવાનીપુર સીટને સોભનદેવ ચટ્ટોપાધ્યાય માટે છોડી રહી છું. નંદીગ્રામથી લડીશ.
રાજનાથ સિંહે યુનિટીની મુલાકાત કરી:
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા માટે કેવડિયા પહોંચ્યા છે. જ્યાં રાજનાથનું સ્વાગત કરાયું હતું. રાજનાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જ્યાં સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા રાજનાથ સિંહ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર ડો.શમશેરસિંહે સ્વાગત કર્યું હતું.
આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.
આ પણ વાંચો :
૦૪-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર
૦૩-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર