Date 06-03-2021 : General Knowledge And Latest News

Date 06-03-2021 : General Knowledge And Latest News

Today's Date : 06-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

મેરી કોમ: AIBA Champions and Veterans કમિટીના નવા અધ્યક્ષ :

- International Boxing Associationએ છ વખત વર્લ્ડ વિમેન્‍સ બૉક્સિંગ ચૅમ્પિયન મેરી કોમને AIBA Champions and Veterans કમિટીના નવા અધ્યક્ષ તરીકેની નિમણૂક કરી.

- તે AIBAના બોર્ડ મૅમ્બરના વોટ દ્વારા ચુંટાઈ હતી.

- ડિસેમ્બર, 2020માં AIBA Champions and Veterans કમિટીની રચના કરવામાં આવી હતી.

મેરી કોમ વિશે :

- પૂરું નામ: Mangte Chungneijang Mary Kom

- જન્મ: કાંગાથેઈ ગામ, જિ. ચુરચાનપુર (મણિપુર)

- છ વખત વર્લ્ડ વિમેન્‍સ  બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા (2002, 2005, 2006, 2008, 2010 અને 2018)

- વર્ષ 2016માં તેને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાજ્યસભાના સાંસદ નિયુક્ત કરાઈ હતી. 

ઍવૉર્ડ: અર્જુન ઍવૉર્ડ: 2003, પદ્મશ્રી: 2006, પદ્મભૂષણ : 2013, પદ્મવિભૂષણ : 2020, રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ: 2009, પદ્મભૂષણ: 2013

- આત્મકથા: Unbreakable 

અજેન્દ્ર બહાદુરસિંહે કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો :

- વાઇસ એડમિરલ અજેન્દ્ર બહાદુરસિંહે પૂર્વી નૌકા કમાન્ડ (ENC)ના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (FOC-in-C) તરીકેનો ચાર્જ સંભાળ્યો.

- તેમણે વાઇસ એડમિરલ અતુલકુમાર જૈનનું સ્થાન લીધું.

- વાઇસ ચીફ ઑફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પદ પરથી તેમને ચેરમેન ચીફ ઑફ સ્ટાફ કમિટી (CISC)ના અધ્યક્ષ બનાવામાં આવ્યા. 

- વાઇસ એડમિરલ એ.બી. સિંહને 2011માં વિશિષ્ટ સેવા મેડલ અને 2016માં અતિવિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યો હતો.

- પૂર્વી નેવલ કમાન્ડનું મુખ્ય મથક: વિશાખાપટ્ટનમ્‌

- પૂર્વી નૌકા કમાન્ડ સ્થાપના: 1 માર્ચ, 1968

ત્રિપુરાના ઉદયપુરમાં વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્‌ઘાટન :

- ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસે ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું તાજેતરમાં ઉદ્‌ઘાટન કર્યું.

- તે નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ (NCSM) દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.

ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર એ 22મું વિજ્ઞાન કેન્દ્ર છે.

- વિજ્ઞાન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિજ્ઞાન કેન્દ્રો સંસ્કૃતિ મંત્રાલયની યોજના હેઠળ રાજ્ય સરકારોને સોંપવામાં આવી રહ્યાં છે.

- આ કેન્દ્રને સંસ્કૃતિ મંત્રાલય તેમજ ત્રિપુરાના વિજ્ઞાન, તકનીકી અને પર્યાવરણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ભંડોળ આપવામાં આવશે.

- નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ (NCSM) દ્વારા દેશનાં તમામ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

- સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા ‘નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ્સ’ની સ્થાપના 4 એપ્રિલ, 1978ના રોજ થઈ હતી

સંયુક્ત આરબ અમીરાતે ઇઝરાયલમાં પોતાનો પ્રથમ રાજદૂત મોકલ્યો :

- તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતે ઇઝરાયલમાં પોતાનો પ્રથમ રાજદૂત મોકલ્યો.

- વર્ષ 2020માં બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના ઐતિહાસિક કરાર બાદ ઇઝરાયલ ખાતેનો યુ.એ.ઈનો પ્રથમ રાજદૂત મોહમ્મદ અલ ખાજા ઇઝરાયલના જેરુસલેમ પહોંચ્યો. 

- અબ્રાહમ કરાર હેઠળ યહૂદી દેશ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર યુ.એ.ઈ પ્રથમ રાષ્ટ્ર બન્યું.

- આ કરારની મધ્યસ્થતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાઈ હતી.

- ઉપરાંત, બહેરિન, મોરોક્કો અને સુદાન અબ્રાહમ કરારમાં જોડાયા છે.  

 (અબ્રાહમ કરાર એ યુ.એ.ઈ અને ઇઝરાયલ વચ્ચે થયેલ શાંતિ કરાર છે)

'ઈઝ ઑફ લિવિંગ ઇન્ડેક્સ-2020' :

- તાજેતરમાં ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 'ઈઝ ઑફ લિવિંગ ઇન્ડેક્સ-2020' અને ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ-2020' જારી કરવામાં આવ્યા. તેમાં કુલ 111 શહેરોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

- આ ઈઝ ઑફ લિવિંગ ઇન્ડેક્સમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં બેંગલુરુ ટોચ પર છે. આ યાદીમાં પુણે બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને છે, જયારે વડોદરા આઠમા સ્થાને છે. 

- રાજધાની દિલ્હી 13મા ક્રમાંક પર છે.

- 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરમાં બરેલી, ધનબાદ અને શ્રીનગર અંતિમ શહેરોમાં સામેલ છે. 

- 10 લાખથી ઓછી જનસંખ્યા ધરાવતાં શહેરોમાં શિમલા પહેલા સ્થાને છે અને બિહારનું મુઝફ્ફરનગર અંતિમ નંબરે છે. 

- પ્રથમ વખત 2018માં ઈઝ ઑફ લિવિંગ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો.

- શહેરી વિકાસ, સંસ્કૃતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, અર્થતંત્ર, સસ્તા રહેણાક, ભૂમિ યોજના, પાર્ક, પરિવહન, જળ પુરવઠો, કચરાની વ્યવસ્થા અને પર્યાવરણની ગુણવત્તા જેવા 15 માપદંડોના આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.

મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ-2020 :

- મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ-2020 હેઠળ દસ લાખથી વધુ અને દસ લાખથી ઓછી વસતીવાળી મહાનગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવી.

- દસ લાખથી વધુ વસતીવાળાં શહેરોમાં ઇન્દોર પ્રથમ ક્રમાંક પર છે, જ્યારે બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે ભોપાલ છે અને આ યાદીમાં અમદાવાદ છઠ્ઠા અને વડોદરા દસમા ક્રમાંક પર છે.

- દસ લાખથી ઓછી કૅટેગરીમાં પ્રથમ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ, બીજા ક્રમાંક પર તિરુપતિ અને ત્રીજા ક્રમે ગાંધીનગર છે.

- મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ હેઠળ સેવાઓ, નાણાકીય બાબતો, નીતિ વિષયક બાબતો, ટૅક્નૉલૉજી અને કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

'ફ્રીડમ હાઉસ' દ્વારા ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ કરાયો :

- અમેરિકાના વૉશિંગ્ટન ખાતે આવેલી થિંક-ટેંક 'ફ્રીડમ હાઉસ' દ્વારા ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ કરાયો.

- ફ્રીડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલાં 'FREE' કૅટેગરીના દેશોમાં હતું જે ઘટાડીને 'PARTLY FREE' કૅટેગરીમાં કરાયું.  

- નવા રિપોર્ટમાં ઇન્ડિયાનો સ્કોર 71થી ઘટીને 67 કરવામાં આવ્યો છે. 

- સૌથી મુક્ત દેશ માટે 100 સ્કોર રાખવામાં આવેલો છે.

- કુલ 211 દેશોમાં ભારતનું રેન્કિંગ 83થી 88મા સ્થાને આવ્યું.

- સંસ્થાના રિપોર્ટ પ્રમાણે 2014થી ભારતમાં નાગરિક સ્વતંત્રતાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ રિપોર્ટમાં રાજદ્રોહના કેસ, અને લૉકડાઉન દરમિયાન લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કરાયો છે.

- રિપોર્ટ પ્રમાણે આ સરકારમાં માનવાધિકાર સંગઠનો, લેખકો અને પત્રકારો પર દબાણ વધ્યું છે. કટ્ટરપંથી હુમલા અને લીન્ચિંગની વાત કરી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ :

- શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો.

- એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ 2020-21 માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે 6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે.

અમદાવાદમાં ભારતે અંગ્રેજોને હરાવ્યા :

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ રમાઇ રહી હતી. જેમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવ્યું છે. ગુજરાતી અક્ષર પટેલ અને અશ્વિને 5-5 વિકેટ લીધી છે. મેચના ત્રીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં 365 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 205 રન બનાવ્યા હતા. જેથી ભારતે 160 રનની લીડ મેળવી લીધી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 135માં ઓલ આઉટ થઈ ગયું.

USમાં ભારતીય અમેરિકનોની બોલબાલા વધી: બાઇડેન :

અમેરિકાની સ્પેસ અજેન્સી નાસાના પરસિવરેન્સ રોવરના મંગળ ગ્રહ પર ઉતર્યા પછી આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓને ડિજિટલી સંબોધતા બાઈડેનના મિશનના પ્રમુખ ભારતવંશી સ્વાતિ મોહનને કહ્યું કે ભારતીય મૂળના અમેરિકનનો દેશમાં દબદબો વધતો જઇ રહ્યો છે. બાઈડેને કહ્યું કે, અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનોની બોલબાલા વધતી જઇ રહી છે.

'શિવરાત્રિનો મેળ બંધ રાખવાનો નિર્ણય ગેરહાજરીમાં લેવાયો.' :

જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે CM રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતુ. જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ કહ્યું કે, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં નિર્ણય લેવાયો. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ.

સૌરાષ્ટ્રવાસીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ :

ગુજરાતની પહેલી એઈમ્સનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. ત્યારે કલેક્ટર સાથેની મિટિંગમાં એઇમ્સની અધિકારીઓએ જણાવ્યુ હતું કે ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવશે. એ સાથે જ દર્દીઓની સારવાર ચાલુ કરવામાં આવશે. મહત્વનું છેકે, હાલ હોસ્પિટલ બનવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મેડિકલ કોલેજ ચાલુ થઇ ગઇ છે. જેથી દર્દીઓનું નિદાન ત્યા શરુ કરવામાં આવશે.

નવા સત્ર પહેલાં જ શાળા સંચાલકોએ 20 ટકા ફી વધારશે! :

૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં સરકારે સ્કૂલોને ૨૫% ફી ઘટાડવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત દર વર્ષે જે ૧૦ ટકા ફી વધારો સ્કૂલો કરે છે તે પણ કરાયું ન હતું. જેને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ આગામી શૈક્ષણિક વર્ષમાં ૧૦ ટકાની જગ્યાએ ૨૦ ટકા ફી વધારો કરવા માટે શાળા સંચાલકોએ માંગણી કરી હતી. સરકાર જો શાળા સંચાલકોની વાત માનશે તો મોંઘવારીથી પિસાતા વાલીઓ પર વધુ એક બોજ આવશે.

ગુજરાતમાં બે વર્ષમાં 446 ખાનગી સ્કૂલોને મંજુરી અપાઈ :

ગુજરાતમાં બે વર્ષમાં સરકારે 446 ખાનગી પ્રાથમિક સ્કૂલોને મંજુરી આપી છે. જેની સામે માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી મળી છે. તેની સાથે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલને મંજુરી આપવામાં આવી નથી. જેની કબૂલાત સરકારે વિધાનસભામાં કરી છે. સરકારી શિક્ષણને બદલે હવે ખાનગી સ્કૂલોમાં મોંઘુંદાટ શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખોની ફી ભરવી પડે તેવી નીતિ હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં દાવો કર્યો છે.

આજે આ સમાચાર પર રહેશે નજર :

- પીએમ મોદી ગુજરાત આવશે, કેવડિયામાં કમાન્ડર કોન્ફરન્સને સંબોધન કરશે.

- ગિરનાર રોપ વે આજથી 11 માર્ચ સુધી બંધ રહેશે, શિવરાત્રિ સમયે પ્રવાસીઓ ઉમટવાની શક્યતાના પગલે નિર્ણય.

- રાજકોટ મનપાએ ઉનાળાની શરૂઆત થતા જ પાણી કાપ મુકવાનું શરૂ કર્યું. વોર્ડ નંબર 2, 7, 8 અને 10માં પાણી કાપ

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

Leave a Reply

Your email address will not be published.