Date 09-03-2021 : General Knowledge And Latest News

Date 09-03-2021 : General Knowledge And Latest News

Today’s Date : 09-03-2021 General Knowledge and latest news For All Competitive Exams:

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

કોરોના માટે નેઝલ વૅક્સિનની ટ્રાયલ શરૂ:

– હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ કોરોના માટે નેઝલ વૅક્સિનની ટ્રાયલ શરૂ કરી. જેમાં નાક દ્વારા વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

– હૈદરાબાદની એક હૉસ્પિટલમાં ઇન્ટ્રાનેઝલ વૅક્સિન (BBV154)ની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ માટે 10 લોકોને પસંદ કરવામાં આવ્યા જેમાં બે લોકોને વૅક્સિન આપવામાં આવી છે. તેઓ બંને સ્વસ્થ છે.

– આ વૅક્સિન નાકથી આપવામાં આવતી હોવાથી ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોરો-ફ્લૂના એક ટિંપાની જરૂર પડે છે.

– આ વૅક્સિન આપવા કોઈ પણ પ્રકારની સોયની જરૂર નહીં પડે. ઉપરાંત, તેના માટે કોઈ પણ ટ્રેઇન હૅલ્થવર્કરની જરૂર પણ નહીં પડે.

– ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટી સાથે મળીને નેઝલ વૅક્સિન પર રિસર્ચ કરીને તેને તૈયાર કરી છે.

– નેઝલ વૅક્સિનને કારણે નાકના આંતરિક હિસ્સામાં ઇમ્યૂન તૈયાર થવાથી શ્વાસ વડે સંક્રમણનું જોખમ ઘટશે.

– આ નેઝલ વૅક્સિનમાં ઓછું જોખમ હોવાથી બાળકો માટે પણ વૅક્સિનેશનની સુવિધા સંભવ બનશે.

ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે 26મા વસંતોત્સવનો પ્રારંભ

– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે 26મા વસંતોત્સવનો પ્રારંભ કર્યો.

– જાણીતાં નૃત્યાંગના શ્રીમતી ઐશ્વર્યા વારિયર અને તેમના ગ્રૂપ દ્વારા ભરતનાટ્યમ્‌ શૈલીમાં સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. 

– ત્યારબાદ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતાં, પટિયાલા ઘરાનાનાં ગાયિકા કૌશિકી ચક્રવર્તી અને ત્યારપછી રાજકોટનાં પિયુબેન સરખેલ દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરાયું હતું.

– આ પ્રસંગે રાજ્યભરમાંથી આવેલા 100થી પણ વધુ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

– વસંતોત્સવનું આયોજન દરવર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરવામાં આવે છે.

– (ગુજરાત બજેટમાં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા સંગીત અકાદમી માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે)

ફેડરલ રિઝર્વ બૅન્કના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઑપરેટિંગ ઑફિસર:

– ભારતીય મૂળનાં નૌરીન હસનની નિમણૂક ફેડરલ રિઝર્વ સિસ્ટમના બોર્ડ ઑફ ગવર્નર્સ દ્વારા ન્યૂયોર્ક સ્થિત ફેડરલ રિઝર્વ બૅન્કના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઑપરેટિંગ ઑફિસર તરીકે કરવામાં આવી છે.

– આમ, તેઓ ન્યૂયોર્ક સ્થિત ફેડરલ રિઝર્વ બૅન્કનાં બીજા ક્રમના ઉચ્ચ અધિકારી અને ફેડરલ ઓપન માર્કેટ કમિટીના વૈકલ્પિક મતદાન સભ્ય બનશે.

– નૌરીન હસન અગાઉ અમેરિકન મલ્ટિનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની મોર્ગન સ્ટેનલીમાં Wealth Managementના ચીફ ડિજિટલ ઑફિસર હતા.

– નૌરીન હસનનાં માતાપિતા કેરળનાં વતની છે.

Federal Reserve Bank of New York:

– સ્થાપના: 1914, 

– મુખ્યાલય: ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ

– પ્રેસિડેન્ટ અને સીઈઓ: જ્હોન સી. વિલિયમ્સ

સંપૂર્ણપણે મહિલા સંચાલિત કાર્ગો જહાજ ‘MT SWARNA KRISHNA’:

– કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જવાહરલાલ નહેરુ પોર્ટ (મુંબઈ) ખાતેની JNPT લિક્વિડ બર્થ જેટીથી કાર્ગો જહાજ MT SWARNA KRISHNA જહાજને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી.

– મહિલા સંચાલિત આ જહાજને All Women Officers’ sailing નામ અપાયું છે.

– વિશ્વના મેરીટાઇમ ઇતિહાસમાં પહેલીવાર તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું છે.

– આ જહાજના પ્રસ્થાનનો મુખ્ય ઉદ્દેશ્ય મેરીટાઇમ કમ્યુનિટીમાં મહિલાઓનું સશક્તીકરણ, COVID-19ના સમયમાં મહિલાઓની કામગીરી અને પુરુષ પ્રભુત્વ ધરાવતાં ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.

– શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (SCI) હીરક જયંતીની ઉજવણી કરી રહ્યું છે. (60વર્ષ)

– મુખ્ય મથક: મુંબઈ

– સ્થાપના: 1961

રેશમ ઉત્પાદન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર:

– કેન્દ્રીય કાપડ મંત્રાલય તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે દેશમાં રેશમ ઉત્પાદન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા.

– કાપડમંત્રી સ્મૃતી ઈરાની તથા કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

– જેમાં રેશમ ઉત્પાદનને વેગ આપવા કૃષિ વિજ્ઞાનકેન્દ્રની મદદ લેવાનો તથા રેશમ ઉત્પાદન માટે કૃષિ-વનીકરણ મોડેલનો ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ કરાયો છે.

– આ કરાર અંતર્ગત રેશમ ઉત્પાદકોને નવી ટૅક્નૉલૉજીના ઉપયોગની તાલીમ પણ અપાશે.

રિવરફ્રન્ટ ખાતે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નો પ્રારંભ:

– રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદવાદના રિવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસ ચાલનાર ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નો પ્રારંભ કરાવ્યો.

– આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાંથી આગવી ઓળખ ધરાવતાં ફળ, શાકભાજી, મસાલા પાકો, ફૂલ, કાજુ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું વેચાણ 125 જેટલા સ્ટોલ ઉપરથી સીધું હાથ ધરવામાં આવનાર છે.

– નાગરિકોને પૌષ્ટિક આહાર મળે અને ખેડૂતોને સારા ભાવ મળે તેવા ઉદ્દેશ્યથી ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન થયું છે.

– ઉપરાંત, રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ફાર્મ ફ્રેશનું આયોજન કરાયું છે.

– બજેટ 2021-22 માં પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવાની ગુજરાત સરકારે પહેલ કરી છે. આ જિલ્લાના ખેડૂતો હવેથી કોઈ પણ ખેત ઉત્પાદનમાં પેસ્ટિસાઇડ કે ખાતરનો ઉપયોગ કરશે નહીં

વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ:

– વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા.

– આ પ્રસંગે મહિલા અને બાળવિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યાં.

– આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના સંદર્ભે LIC સાથે MoU કરવામાં આવ્યા અને આ યોજના અંતર્ગત LICને 22 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

– આ ઉપરાંત, રાજ્યવ્યાપી DBT પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતન ચુકવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો.

– આ સાથે જેન્ડર બજેટ ડૅશબોર્ડ લૉન્ચિંગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગની ડિજિટલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું.

‘ડૉક્ટરો સરકારી નોકરીમાં આવવા માંગતા નથી’ – નીતિન પટેલ:

નાયબ મુખ્યમંત્રીએ સત્રમાં ખુલાસો કરતાં કહ્યું છે કે, ડોક્ટરો સરકારી બોન્ડ પર અભ્યાસ કરી ખાનગી પ્રેક્ટિસ કરે છે. 2015માં બાળરોગની 141 જગ્યાની ભરતીમાં માત્ર 6 ઉમેદવાર હતા. બધા ડોક્ટરો પ્રાઈવેટ હોસ્પિટલમાં જાય છે. ડોક્ટરો સરકારી નોકરીમાં આવવા માગતા નથી.  મહત્વનું છેકે, ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલના સવાલ પર સરકારે આ જવાબ આપ્યા હતા.

વાહનચાલકો માટે આવ્યા રાહતના સમાચાર:

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે સરકારે બાઈક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. E20 એટલે એવું પેટ્રોલ કે જેમાં 20 ટકા ઈથેનોલ ભેળવેલું હશે.  જે કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન સામાન્ય પેટ્રોલની સરખામણીએ ખુબ ઓછા નીકળે છે. આથી તે પર્યાવરણ માટે સારૂ છે. ઉપરાંત ઈથેનોલ ખુબ સસ્તુ હોવાથી ગ્રાહકોને આ પેટ્રોલના ભાવથી થોડી રાહત મળશે.

હવે મહિલા MLAને વધુ 1 કરોડની ગ્રાન્ટ મળશે:

મહિલા દિવસ નિમિત્તે વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્યને મળતી રેગ્યુલર ગ્રાન્ટ ઉપરાંત વધારાની 1 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ ગ્રાન્ટ પોતાના મત વિસ્તારના રસ્તાના કામો માટે આપવામાં આવશે. આમ, CM રૂપાણીએ મહિલા MLAને મહિલા દિવસ પર ભેટ આપી છે. આ માટેની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગ જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવાશે. જે મહિલા ધારાસભ્યોને મળશે. જેનાથી રસ્તાઓ સારા બનશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું:

ઉતરાખંડ ના મુખ્યમંત્રી ત્રીવેન્દ્રસિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે સાંજે ૪ વાગ્યે રાજ્યપાલ બેબી રાની મોર્ય ને મળ્યા અને રાજીનામું સુપ્રત કર્યુ હતું. ઉત્તરાખંડ ના અનેક ધારાસભ્યો એ નારાજગી વ્યકત કરી હતી. જેથી ત્રીવેન્દ્રસિંહ પર રાજકીય સંકટ આવી પડ્યું અને રાજીનામું આપવું પડ્યું. છેલ્લા બે દિવસથી કેન્દ્રીય નેતૃત્વ સાથે મંત્રણા થઇ રહી છે. હવે નવા મુખ્યમંત્રી બનશે.

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!