Date 10-03-2021 : General Knowledge And Latest News

Date 10-03-2021 : General Knowledge And Latest News

Today’s Date : 10-03-2021 General Knowledge and latest news For All Competitive Exams :

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

Economic Freedom Index’-2021 :

– યુએસ કન્ઝર્વેટિવ થિંક-ટેન્ક, હેરિટેજ ફાઉન્ડેશને ‘Economic Freedom Index’-2021′ જાહેર કર્યો.

– ભારત 56.5 પૉઇન્ટ સાથે 121મા ક્રમે છે. જ્યારે એશિયા-પેસિફિક ક્ષેત્રના 40 દેશોમાંથી 26 ક્રમે છે.

– આ ઇન્ડેક્સમાં સિંગાપોર 89.7 પૉઇન્ટ  સાથે સતત બીજા વર્ષે વૈશ્વિક રેન્કિંગમાં ટોચ પર છે.

– જુલાઈ 2019થી જૂન 2020ના સમયગાળામાટે આ વખતે 184 દેશોને આવરી લઈને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે.

ટોપ 5  દેશો:

1. સિંગાપોર (89.7 પૉઇન્ટ), 2.  ન્યૂઝીલેન્ડ (83.9 પૉઇન્ટ), ૩. ઓસ્ટ્રેલિયા (82.4 પૉઇન્ટ), 4.  સ્વિટ્ઝર્લેન્ડ (81.9 પૉઇન્ટ), 5. આયર્લેન્ડ (81.4 પૉઇન્ટ)

– વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં, યુનાઇટેડ કિંગડ઼મ 78.4 પૉઇન્ટ સાથે 7મા ક્રમે છે. યુનાઇટેડ સ્ટેટ્સ 74.8 પૉઇન્ટ સાથે 20મા ક્રમે છે. જાપાન 74.1 પૉઇન્ટ સાથે 23મા ક્રમે છે. જર્મની 72.5 પૉઇન્ટ સાથે 29મા ક્રમે છે. ચીન 58.4 પૉઇન્ટ સાથે 107મા ક્રમે છે.

મહિલા ધારાસભ્યોને વધારાની રૂ. એક કરોડની ગ્રાન્ટ ફાળવાશે :

– આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારે મહિલા ધારાસભ્યોને વધારાની રૂપિયા એક કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

– આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી.

– 13 મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટનો લાભ મળશે. આ ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં રસ્તાનાં કાર્યો કરી શકશે.

– આ ગ્રાન્ટમાર્ગ મકાન વિભાગ સંબંધિત મ્યુનિસિપલ કૉર્પોરેશનને ફાળવી આપવામાં આવશે.

– આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: 8 માર્ચ

બૅડમિન્ટન: પી.વી. સિંધુએ સિલ્વર ચંદ્રક જીત્યો :

– તાજેતરમાં પી.વી. સિંધુએ સ્વિસ ઓપન બૅડમિન્ટનની સિંગલ્સ સ્પર્ધામાં સિલ્વર

– સિંગલ્સની ફાઇનલમાં પી.વી. સિંધુનો સ્પેનની કારોલીના મરીન સામે 12-21, 5-21થી પરાજય થયો.

– પી.વી. સિંધુએ 18 મહિના પછી કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

 -પી.વી. સિંધુએ વર્ષ 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી.

– પી.વી. સિંધુએ રિયો ડી જાનેરો (બ્રાઝિલ) 2016ના ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

– 2016: રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ

– 2020: પદ્મભૂષણ ઍવૉર્ડ

New Delhi World Book Fair (NDWBF)-2021 :

– પ્રથમવખત વર્ચ્યુઅલ રીતે New Delhi World Book Fair (NDWBF)-2021 યોજાયો.

– કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આ મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

– મેળાની આ 29મી આવૃત્તિનું આયોજન National Book Trust (NBT) દ્વારા કરવામાં આવ્યું છે.

– વર્ષ 2021નીથીમ: ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ‘

– NBT અનુસાર આ મેળામાં 160થી વધુ પબ્લિશર્સ અને 15થી વધુ દેશોએ વર્ચ્યુઅલ રીતે New Delhi World Book Fair (NDWBF)-2021માં ભાગ લીધો.

– ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો પુસ્તક પ્રકાશક દેશ છે.

– NBT સ્થાપના: 1 ઑગસ્ટ, 1957

CISF Raising Dayની ઉજવણી :

– દરવર્ષે 10માર્ચના રોજ CISF Raising Dayની ઉજવણી કરવામાં આવે છે.

– આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ શાંતિ અને સલામતી જાળવવામાટે CISFને સહકાર આપવા નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.

– CISF એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. તે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. 

CISF અણુ ઊર્જા પ્લાન્ટ્સ, મોટાં બંદરો,  રિફાઇનરીઓ, હવાઇમથકો અને હાઇડ્રોઇલેક્ટ્રિક અને થર્મલ પાવર પ્લાન્ટ્સ, મેટ્રો વગેરેની સુરક્ષા પૂરી પાડે છે.

– આ દિવસે CISF અધિકારીઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે.

– ઉપરાંત, વડાપ્રધાન શહીદ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરે છે.

– Central Industrial Security Force સ્થાપના: 10માર્ચ, 1969

UNEP: ભારતીય અર્થશાસ્ત્રી લીગિયા નોરોન્હાની નિમણૂક :

– સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટેરસે ભારતીય અર્થશાસ્ત્રી લીગિયા નોરોન્હાની નિમણૂક સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)ની ન્યૂયૉર્ક ઑફિસના આસિસ્ટન્ટ સેક્રેટરી-જનરલ અને પ્રેસિડન્ટ તરીકે કરી છે.

– અગાઉ દિલ્હીની ‘ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ’ (TARI)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (Research Coordination) તરીકે અને રીસોર્સ, રેગ્યુલેશન એન્ડ ગ્લોબલ સિક્યૉરિટી ડિવિઝનના ડિરેક્ટર તરીકે લીગિયા નોરોન્હાએ કામ કર્યું હતું.

– લિગિયા નોરોન્હા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અર્થશાસ્ત્રી છે.

– તેઓ નૈરોબી સ્થિત UNEP ખાતે ઇકોનૉમી ડિવિઝનના ડિરેક્ટર તરીકે 2014થી કામ કરી રહ્યા છે.

– સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનું મુખ્ય મથક:  નૈરોબી, કેન્યા

ભારતનું પહેલું ‘ટ્રાન્સજેન્ડર કમ્યુનિટિ ડેસ્ક’ શરૂ :

– તેલંગાણામાં  હૈદરાબાદના ગચીબોવલી પોલીસ સ્ટેશનમાં ભારતનું પહેલું ‘ટ્રાન્સજેન્ડર કમ્યુનિટિ ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું.

– સાયબરાબાદના પોલીસ વડા વી. સી. સજ્જનારે ડેસ્કનું ઉદ્‌ઘાટન કર્યું હતું જેમાં 200થી વધુ ટ્રાન્સજેન્ડર લોકોએ ભાગ લીધો હતો.

– સોસાયટી ફોર સાયબરાબાદ સિક્યૉરિટી કાઉન્સિલ અને Prajwala NGOના સહયોગથી સાયબરાબાદ કમિશનરેટ દ્વારા ટ્રાન્સજેન્ડર કમ્યુનિટિ ડેસ્ક બનાવવામાં આવ્યું.

– તે આ સમુદાયમાટે વિશ્વનું પ્રથમ સહાયક ડેસ્ક છે.

– પોલીસ સંપર્ક અધિકારી અને ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્ય દ્વારા ડેસ્કનું સંચાલન કરવામાં આવશે.

– 2014માં સુપ્રીમ કોર્ટે પુરુષ અને સ્ત્રીની સાથે ટ્રાન્સજેન્ડર સમુદાયને ત્રીજી જાતિ તરીકેમાન્યતા આપી હતી અને ચુકાદો આપ્યો હતો કે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો ઉપર તેમને સમાન હક્ક છે.

Book: Advantage India: The Story of Indian Tennis :

– અનિંદ્યા દત્તાએ ભારતીય ટેનિસનો ઇતિહાસ ‘એડવાન્ટેજ ઇન્ડિયા: ધ સ્ટોરી ઑફ ઇન્ડિયન ટેનિસ'(Advantage India: The Story of Indian Tennis)  પુસ્તક લખ્યું.

– આ પુસ્તક વેસ્ટલૅન્ડ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

– આ પુસ્તકમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેની તરફેણમાં ભારતીય ટેનિસનો વિગતવાર ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.

-માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડેટા અને છેલ્લાં 200 વર્ષથી બ્રિટીશ અખબાર પરનાં અનિંદ્યા દત્તાના વિસ્તૃત સંશોધન પરથી આ પુસ્તક લખવામાં આવ્યું છે.

Ind Vs NZ: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ :

– ભારતીય ક્રિકેટ ટીમ આગામી જૂન મહિનામાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં રમશે.

– નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લૅન્ડને એક ઇનિંગ અને 25 રનથી પરાજય આપીને 3-1થી શ્રેણી જીતી. આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ્યું.

– ઘરઆંગણે ભારતનો આ સતત 13મો ટેસ્ટ શ્રેણી વિજય છે જેમાં અંતિમ 10 શ્રેણીમાં વિરાટ કોહલી કૅપ્ટન રહ્યો છે. વિરાટ કોહલીએ રિકી પૉટિંગના 10 શ્રેણી જીતવાના રેકૉર્ડની બરાબરી કરી.

– વિકેટ-કીપર અને બૅટ્સમૅન રિષભ પંતને પ્લેયર ઑફ મૅચ અને અશ્વિનને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો.

– ઉપરાંત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન સુનીલ ગાવસ્કરની ટેસ્ટ ડેબ્યૂની 50મી વર્ષગાંઠ નિમિત્તે BCCI દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

– BCCI સેક્રેટરી જય શાહ દ્વારા સ્પેશિયલ કૅપ આપીને સન્માન કરાયું. આ કૅપ પર ગાવસ્કરના ટેસ્ટ ડેબ્યૂની તારીખ 6માર્ચ, 1971 લખેલી છે.

ગુજરાતી મહિલા જવાનની અંતિમયાત્રા, ગામ હિબકે ચડ્યું :

કલોલના કરોલી ગામની વતની અને CRPFમાં કલકતા નજીક સલબોનીમાં ફરજ બજાવતા સેજલબેન રબારીનું શંકાસ્પદ મોત થયા બાદ આજે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. બુડાસણમાં સેજલના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. સેજલબેનના મૃતદેહને નિવાસ સ્થાને લાવ્યા એ દરમિયાન દરેક ગામ લોકોની આંખોમાં આંસુઓની ધારા વહી હતી. સેજલના અંતિમ દર્શનમાં વંદે માતરમના નારા પંથકમાં ગુંજી ઉઠ્યા હતા.

છુટા હાથે અને વગર માસ્કે બાઈક સ્ટન્ટ કરતી યુવતીનો વિડિઓ વાઇરલ :

સુરતમાં રસ્તા પર બારડોલીથી બાઈક સ્ટન્ટના વીડિયો બનાવવા માટે સુરતના ડુમસ રોડ પર આવીને સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થવા લાગ્યો છે સાથે માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસે આ યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરી છે. આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.

બજેટ સત્રમાં રડી પડ્યા CM મનોહરલાલ ખટ્ટર :

કોંગ્રેસ નેતાના વ્યવહાર મુદ્દે હરિયાણાના મુખ્યમંત્રી રડી પડ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, મહિલા દિવસના દિને આખા દેશે ઉજવણી કરી જ્યારે ટીવી પર જોયું કે કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડાએ પ્રદર્શન દરમિયાન ટ્રેક્ટર પર બેઠા છે અને પાર્ટીની મહિલા ધારાસભ્યો તેમને દોરડાથી ખેંચી રહી છે. આ જોઇ મને ખૂબ દુઃખ લાગ્યુ. એ મહિલાઓ સાથે શ્રમિકો કરતાં પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની માતાનું થયું નિધન :

ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું નિધન થયું છે. શિક્ષણ પ્રધાન ગૃહમાં હતા ત્યારે માતાના નિધનના સમાચાર મળતા ચૂડાસમા ચાલું ગૃહે નિવાસ્થાને રવાના થયા હતા. બીજી તરફ તેમના સાથી મંત્રીઓ પણ સાથે નિકળ્યા હતા. ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના માતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. મહત્વનું છેકે, ગાંધીનગરના સેકટર 30 ખાતે તેમની અંતિમ વિધિ થશે.

પંચમહાલના બે શિક્ષકો થયા કોરોના સંક્રમિત :

રાજ્યમાં ફરી કોરોનાએ પોતાની ઝડપ પકડી છે. ત્યારે આ વખતે  હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આજે પંચમહાલના લાભી અને ચારી ગામના બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ આવ્યો. જે બાદ બંને શિક્ષકને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ શાળાના બે શિક્ષકો કોરોના સંક્રમિત થતા સમગ્ર ગામમાં ફફડાટની સ્થિતિ બની ગઇ છે.

  • આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

આ પણ વાંચો :

૦૯-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

૦૬-૦૩-૨૦૨૧ નું જનરલ નોલેજ અને સમાચાર

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!