Date : 20/02/2021 General Knowledge And News

Date : 20/02/2021 General Knowledge And News

હેલ્લો અને નમસ્કાર મિત્રો.
ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.

General Knowledge And News 1 : ‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’ની ઉજવણી

– દરવર્ષે 20 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

– સૌપ્રથમ ઉજવણી 20 ફેબ્રુઆરી, 2008ના રોજ કરવામાં આવી હતી.

– આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદ્દેશ રોજગારી, સામાજિક કલ્યાણ, સ્ત્રી અને પુરુષો માટે સમાન હકો પ્રાપ્ત કરવા તથા ન્યાયના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

– ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી: થાવરચંદ ગેહલોત

– આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ: 17 જુલાઈ

General Knowledge And News 2 : પરીક્ષા પે ચર્ચા-2021

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા-2021’ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આગામી સમયમાં ઓનલાઇન સંવાદ કરશે.

– પરીક્ષા પે ચર્ચા-2021ની આ ચોથી આવૃત્તિ માર્ચ 2021માં યોજાશે.

– પ્રથમ આવૃત્તિ: પરીક્ષા પે ચર્ચા 1.0 (વર્ષ 2018)

– અગાઉ ‘પરીક્ષા પે ચર્ચા’ની ત્રણ આવૃત્તિ યોજાઇ ગઈ છે.

– બીજી આવૃત્તિ: પરીક્ષા પે ચર્ચા 2.0 (વર્ષ 2019)

– ત્રીજી આવૃત્તિ: પરીક્ષા પે ચર્ચા 3.0 (વર્ષ 2020)

IAS સનદી અધિકારીઓની તાલીમ યોજાઈ

– IAS સનદી અધિકારીઓની તાલીમમાં ડી.એ. શાહે પ્રથમ સ્થાન હાંસલ કર્યું

– કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ ઍકેડૅમી ઑફ ઍડ઼મિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોના ભારતીય વહિવટી સેવાના 70 જેટલા સિનિયર IAS સનદી અધિકારીઓ માટે એક મહિનાનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

– આમાં ભાગ લેનારા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહે આ તાલીમ દરમિયાન વિવિધ સાઇમેન્ટ, બુક રિવ્યૂ, પ્રેઝન્ટેશન, લીડરશિપ મૉડ્યૂલ, ICT મૉડ્યૂલ, ઍક્સ્ટ્રા ઍક્ટિવિટિઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઓનલાઇન એક્ઝામ સહિતની તમામ બાબતોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું. 

General Knowledge And News 3: તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વનું સૌથી મોટું ડ્રૉઇંગ(ચિત્ર)

– અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક મહિલા પેઇન્ટરે વિશ્વનું સૌથી મોટું ડ્રૉઇંગ(ચિત્ર) બનાવ્યું.

– 24 વર્ષની મહિલા પેઇન્ટર ડાયમંડ વ્હિપર યંગે 6,450 ચોરસ ફૂટ વિસ્તારમાં 63 કલાક ડ્રૉઇંગ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. 

– આ અગાઉ 6100 ચોરસ ફૂટમાં ડ્રૉઇંગનો રેકૉર્ડ ઇટલીના એક પેઇન્ટરના નામે હતો, જેણે વર્ષ 2020માં તેને બનાવ્યું હતું.

– ડાયમંડ વ્હિપર યંગે ફિલાડેલ્ફિયા ખાતેની ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટના મેન્ડેલ સેન્ટરમાં આ ડ્રૉઇંગ બનાવ્યું છે. 

– આ ડ્રૉઇંગમાં તેણે માત્ર કાળા રંગના માર્કરનો જ ઉપયોગ કર્યો છે.

General Knowledge And News 4 : પૂર્વ કેન્દ્રીયમંત્રી સતીશ શર્માનું નિધન

– કૉંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી સતીશ શર્માનું નિધન થયું.

– શ્રી સતીશ શર્મા વર્ષ 1991થી 1998 સુધી અમેઠીના સાંસદ રહ્યા હતા અને 1998થી 2004 સુધી રાયબરેલીથી સાંસદ બન્યા હતા.

– તેઓ પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં 1993થી 1996 સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગૅસમંત્રી રહી ચૂક્યા હતા.

– તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વિશ્વાસુ મનાતા હતા.

General Knowledge And News 5 : Cherish IIT Bombay 2021 અભિયાન શરૂ

– ભારતમાં પોતાના પ્રથમ વાર્ષિક ભંડોળ માટે IIT-બોમ્બેએ Cherish IIT Bombay 2021 અભિયાન શરૂ કર્યું.

– કૉર્પોરેટ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા IIT-બોમ્બેને આપેલ દાન ભારતીય આવકવેરા અધિનિયમની કલમ 80-G હેઠળ 100% કર-કપાતપાત્ર છે.

General Knowledge And News 6 : SKOCH Chief Minister of the Year Award

– આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીને SKOCH Chief Minister of the Year Award આપવામાં આવ્યો.

– આ ઍવૉર્ડ SKOCH ગ્રૂપના અધ્યક્ષ સમીર કોચર દ્વારા મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીને અપાયો હતો.

General Knowledge And News 7 : ‘પાઇલટ પે જલ’ સર્વેક્ષણ શરૂ

– કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે જલ જીવન મિશન-અર્બન અંતર્ગત ‘પાઇલટ પે જલ’ સર્વેક્ષણ શરૂ કર્યું છે.

– ‘પાઇલટ પે જલ’ સર્વેક્ષણ 10 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આગ્રા, બદલાપુર, ભુવનેશ્વર, ચુરુ, કોચી, મદુરાઈ, પટિયાલા, રોહતક, સુરત અને તુમકુર શહેરનો સમાવેશ થાય છે.

– જલ જીવન મિશન-અર્બનનો ઉદ્દેશ તમામ ઘરોને UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-6 મુજબ 4,378 નગરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

– ‘પાઇલટ પે જલ’ સર્વેક્ષણનો ઉદ્દેશ પાણીનું વિતરણ, ગંદા પાણીનો ફરીથી ઉપયોગ, પાણીનો જથ્થો અને પાણીની ગુણવત્તા, જળ સંસ્થાઓ વગેરેનું સર્વેક્ષણ કરવાનો છે.

General Knowledge And News 8 : ‘ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજ ડિક્શનરી’ની ત્રીજી આવૃત્તિ જારી

– કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા ‘ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજ ડિક્શનરી’ની ત્રીજી આવૃત્તિ જારી કરી.

– ત્રીજી આવૃત્તિમાં કુલ 10,000 શબ્દો છે. આમાં શબ્દકોશની પ્રથમ અને બીજી આવૃત્તિના 6,000 શબ્દો પણ સામેલ છે.

– રોજિંદા ઉપયોગી શબ્દો, શૈક્ષણિક, કાનૂની તેમજ વહીવટી, તબીબી, તકનીકી અને કૃષિ આધારિત શબ્દોનો સમાવેશ આ ડિક્શનરીમાં કરાયો છે.

– આ ડિક્શનરી Indian Sign Language Research and Training Centre (ISLRTC) દ્વારા વિકસવાઈ છે જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ વિકલાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગની એક સ્વાયત્ત સંસ્થા છે.

– ISL ડિક્શનરીની પહેલી આવૃત્તિ 23 માર્ચ, 2018ના રોજ 3,000 શબ્દો સાથે લૉન્ચ થઈ હતી.

– બીજી આવૃત્તિ 27 ફેબ્રુઆરી, 2019ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં 6,000 શબ્દોનો સમાવેશ(અગાઉના 3000 શબ્દો સહિત) થયો હતો.

General Knowledge And News 9 : પશ્ચિમ બંગાળ સરકારે ‘મા’ કૅન્ટીન શરૂ કરી

– પશ્ચિમ બંગાળ સરકારે ફક્ત પાંચ રૂપિયાના ભાવે ગરીબ અને નિરાધાર લોકોને રાંધેલું ભોજન પ્રદાન કરવા માટે ‘મા’ કૅન્ટીન શરૂ કરી.  

– આ રસોડું સ્વ-સહાય જૂથો (SHG) દ્વારા ચલાવાશે. સરકારે આ પ્રોજેક્ટ માટે રૂ.100 કરોડ ફાળવ્યા છે.

– આ કૅન્ટીન દરરોજ બપોરે 1થી 3 વાગ્યા સુધી ખુલી રહેશે, જેમાં લોકોને ચોખા, દાળ, એક શાકભાજી અને ઈંડાકરીની પ્લેટ મળશે.

– લોકોને માત્ર 5 રૂપિયા ચૂકવવા પડશે અને સરકાર સામે 15 રૂપિયા સબસિડી તરીકે આપશે. 

General Knowledge And News 10 : નાસકોમ ટૅક્નૉલૉજી એન્ડ લીડરશિપ ફોરમ(NTLF)

– તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ માધ્યમથી નાસકોમ ટૅક્નૉલૉજી એન્ડ લીડરશિપ ફોરમ(NTLF)ની 29મી આવૃતિમાં સંબોધન કર્યું.

– NASSCOM:  National Association of Software and Service Companies 

– આ કાર્યક્રમની થીમ: ‘Shaping the future towards a better normal’.

– આ કાર્યક્રમમાં 30થી વધુ દેશોમાંથી 1600 સહભાગીઓ સામેલ થશે, તેમજ ત્રિદિવસીય આ ચર્ચા દરમિયાન 30થી વધુ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.

General Knowledge And News 11 : 11મી IEA, IEF, OPEC Symposiumનું વર્ચ્યુઅલ આયોજન

– સાઉદી અરેબિયાના એનર્જી મિનિસ્ટર પ્રિન્સ અબ્દુલઅઝિઝ બિન સલમાન અલ સાઉદની આગેવાની હેઠળ એનર્જી આઉટલૂક્સ પર 11મી IEA, IEF, OPEC Symposiumનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું.

– ભારત તરફથી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ તથા સ્ટીલમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સંમેલનમાં ભાગ લીધો હતો.

– આ ત્રિપક્ષીય સિમ્પોઝીઅમમાં ટૂંકા, મધ્યમ અને લાંબાગાળા માટે એનર્જીના ઉત્પાદક અને ગ્રાહક દેશો વચ્ચેની કાર્યવ્યવસ્થા, સપ્લાય ચેઇન વગેરે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

– IEF – International Energy Forum

– IEA – International Energy Agency

– OPEC – Organization of the Petroleum Exporting Countries

General Knowledge And News 12 : ડ્રોન ફ્લાય માટે દેશનાં 10 રાજ્યોમાંથી 26 ગ્રીન-ઝૉન પસંદ કરાયા

– ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડ્રોન ફ્લાય માટે દેશનાં 10 રાજ્યોમાંથી 26 ગ્રીન-ઝૉન પસંદ કરાયા છે.

– ગુજરાતમાંથી વડનગર તાલુકાના સુંઢિયા ગામને પસંદ કરાયું છે.

– સુંઢિયામાં હવે ડિજિટલ સ્કાય પ્લૅટફૉર્મ પર રજિસ્ટર થયેલ ડ્રોનને અન્ય કોઈ પણ પરવાનગી લીધા વગર ઉડાડી શકાશે. 

– રાજ્યભરના રજિસ્ટર ડ્રોન માલિકો અહીં આવીને વિવિધ પરીક્ષણ અને તાલીમ મેળવી શકશે તેમજ તાલીમ આપી પણ શકશે.

General Knowledge And News 13 : તમિલનાડુમાં ઑઇલ અને ગૅસક્ષેત્રની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ઑઇલ અને ગૅસક્ષેત્રની પ્રમુખ પરિયોજનાઓનું વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્‌ઘાટન કર્યું.

– તેમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડની રામનાથપુરમ્‌ થુથુકોડી પ્રાકૃતિક ગૅસ પાઇપલાઇન અને ગૅસોલિન ડિસલ્ફરાઇજેશન યુનિટ દેશને સમર્પિત કર્યું.

– રામનાથપુરમ્‌ થુથુકોડી પ્રાકૃતિક ગૅસ પાઇપલાઇન 143 કિમીની છે. તેનો ખર્ચ રૂ.700 કરોડ છે. 

– કાવેરી બેસિન રિફાઇનરીની ક્ષમતા 90 લાખ મેટ્રિક ટન પ્રતિવર્ષની રહેશે. આ પરિયોજના IOCL અને CPCLની સંયુક્ત ભાગીદારીથી બનશે. 

– આ સાથે નાગપટ્ટીનમ્‌માં કાવેરી બેસિન રિફાઇનરીનો પણ શિલાન્યાસ કર્યો.

તમામ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી પહોચાડો તથા ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ ની નિયમિત મુલાકાત લેતા રહો. જેથી દરરોજનું General Knowledge And News તમને મળતા રહે.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!