Date : 21/02/2021 General knowledge

Date : 21/02/2021 General knowledge

હેલ્લો અને નમસ્કાર મિત્રો.
ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.

 ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી

– દરવર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

– યુનેસ્કોએ 1999માં આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

– સૌપ્રથમ ઉજવણી 21 ફેબ્રુઆરી, 2000ના રોજ કરવામાં આવી હતી.

– બાંગ્લાદેશમાં 1952માં થયેલી બંગાળી ભાષા ચળવળને માન્યતા આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. 

– આ દિવસ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા તેમજ વિભિન્ન માતૃભાષાઓ પ્રત્યે જાગૃતતા લાવવાનો છે.

– વિશ્વ હિન્દી દિવસ: 10 જાન્યુઆરી

– રાષ્ટ્રીય હિન્દી દિવસ: 14 સપ્ટેમ્બર

– અંગ્રેજી ભાષા દિવસ: 23 એપ્રિલ 

Also Read : Date : 20/02/2021 General knowledge

મધ્યપ્રદેશ: હોશંગાબાદ શહેરનું નવું નામ નર્મદાપુરમ્‌

– તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના હોશંગાબાદ શહેરનું નવું નામ નર્મદાપુરમ્‌ રાખવામાં આવ્યું

– આ અંગેની જાહેરાત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં હોશંગાબાદમાં નર્મદા જયંતી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

– માલવાના 15મી સદીના સુલતાન હોશંગ શાહની યાદ તેનું નામ ‘હોશંગાબાદ’ રાખવામાં આવ્યું હતું.

– આ શહેર નર્મદા નદીના કાંઠે આવેલું  છે.

મધ્યપ્રદેશ: 

– પાટનગર : ભોપાલ

– સૌથી મોટું શહેર : ઇન્દોર

– રાજ્યપાલ : આનંદીબેન પટેલ

પોખરણ રેન્જમાં ‘હેલિના’ ઍન્ટિ ટેન્ક મિસાઇલનુ પરીક્ષણ

– ભારતીય સેના અને ઍરફોર્સે સંયુક્ત રીતે રાજસ્થાનની પોખરણ રેન્જમાં ‘હેલિના’ ઍન્ટિ ટેન્ક મિસાઇલનુ પરીક્ષણ કર્યું.

– આ મિસાઇલોને એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર ધ્રુવમાંથી લૉન્ચ કરવામાં આવી હતી. 

– આ પરીક્ષણ માટે જૂની ટેન્કને ટાર્ગેટ તરીકે રાખવામાં આવી જેનું પરીક્ષણ સફળ રહ્યું હતું. ઍન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ દુશ્મન સેનાની ટેન્કો પર હુમલો કરવા માટે કરે છે.

– ‘હેલિના’ મિસાઇલ ત્રીજી પેઢીની ઍન્ટિ ટેન્ક મિસાઇલ છે અને તે ‘ફાયર અને ફરગેટ’ સિસ્ટમ પર કામ કરે છે. 

– મિસાઇલને એક વખત લૉન્ચ કરવામાં આવે તે પછી તે પોતાની ગાઇડન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને નિશાન પર પ્રહાર કરે છે.

– આ મિસાઇલને ભારતમાં જ બનેલા ધ્રુવ હેલિકૉપ્ટર પર ફિટ કરાઈ છે. જે રાત્રે પ્રહાર કરવા માટે સક્ષમ છે.

– ‘હેલિના’ એ નાગ મિસાઇલનું એડવાન્સ હેલિકૉપ્ટર વર્ઝન છે.

નાસાના પર્સેવરેન્સ રોવરે મંગળગ્રહ પર સફળ લૅન્ડિંગ કર્યું

– પર્સેવરેન્સ રોવરને 30 જુલાઈ, 2020ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવી જીવનના સંકેતોની શોધ કરશે અને સાથે જ તૂટેલી પહાડીઓ, ધૂળના નમૂના એકત્રિત કરશે.

– આ નમૂનાઓને આગામી સમયમાં એક અભિયાન દ્વારા ધરતી પર લાવવામાં આવશે. બીજા અભિયાન દ્વારા આ નમૂનાઓને 2031ના વર્ષમાં ધરતી પર લાવવામાં આવશે.

– પર્સેવરેન્સ રોવર મંગળગ્રહ પર ભૂવિજ્ઞાન અને જળવાયુની શોધ કરશે અને તે નાસાનું મંગળ પરનું પાંચમું રોવર છે.

– નાસાએ 220 કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા કાર જેવા આકારના સ્પેસક્રાફ્ટના લૅન્ડિંગનું લાઇવ પ્રસારણ કર્યું હતું.

– નાસાની યોજના પ્રમાણે આ પર્સેવરેન્સ રોવર જેજેરો (Jezero) નામના એક 820 ફૂટ ઉંડા ક્રેટરમાં ઉતર્યું છે. વૈજ્ઞાનિકોના મતે જેજેરો પહેલાં એક સરોવર હતું અને આશરે 350 કરોડ વર્ષ પહેલાં તેમાં પાણી હતું.

– નાસાના પર્સેવરેન્સ રોવરે મંગળની સપાટી પર લૅન્ડિંગ કર્યું તેનો ચાર્જ ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહને સાંભળ્યો હતો.

– અમેરિકાની નાસા સંસ્થાએ એ મંગળગ્રહ પર પર્સેવરેન્સ રોવર સાથે ઇંગેનુઇટી હેલિકૉપ્ટર (ડ્રોન) મોકલ્યું છે.

ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

– સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસની બેઝ પ્રાઇસ રૂ. 75 લાખની હતી અને તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રૂ. 16.25 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જે અત્યારસુધીની સૌથી વધુ રકમ છે.

– અગાઉ, યુવરાજસિંહને દિલ્હીએ સૌથી વધુ રકમ સાથે વર્ષ 2015માં રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો.

– વર્ષ 2021ની IPLની હરાજી ચેન્નાઇ ખાતે આયોજિત થયું હતું, 2021ની IPL 14માં ક્રમાંકની છે.

IPL 2021માં ખરીદાયેલ ટોપ-5 ખેલાડીઓ:

– ક્રિસ મોરિસ – રાજસ્થાન રોયલ્સ – રૂ. 16.25 કરોડ

– કાયલી જેમિસન – રોયલ ચેલેન્જ બેંગ્લોર – રૂ. 15 કરોડ

– ગ્લેન મૅક્સવૅલ – રોયલ ચેલેન્જ બેંગ્લોર – રૂ. 14.24 કરોડ

– જાઇ રિચાર્ડસન – પંજાબ કિંગ્સ ઇલેવન – રૂ. 14 કરોડ

– કે. ગૌધમ – ચેન્નઈ સુપરકિંગ્સ – રૂ. 9.25 કરોડ

Sharing Is Caring: