Date : 22/02/2021 General Knowledge

Date : 22/02/2021 General Knowledge and All News For Competitive Exams.  

 હેલ્લો અને નમસ્કાર મિત્રો.

Date : 22/02/2021 General knowledge

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.

બિનસચિવાલય ક્લર્ક પરીક્ષા સ્પેશિયલ મૉક ટેસ્ટ-45 : 

–  પહેલાં યોજાયેલા બિનસચિવાલય ક્લર્ક પરીક્ષા સ્પેશિયલ બધા જ મૉક ટેસ્ટ આ મૉડ્યૂલમાં મુકાઈ ગયા છે.
– તેમજ આવનારા બિન સચિવાલય પરીક્ષા સ્પેશિયલ નવા મૉક ટેસ્ટ પણ ઍપમાં મુકાતા રહેશે.
– આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ મુજબનું સચોટ આયોજન
– બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા
– વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.
– ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.
– ફક્ત એક ક્લિક/ટૅપ દ્વારા ટેસ્ટમાંના દરેક પ્રશ્નની થીયરી/વીડિયો સમજૂતી, જેના થકી વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.
– આજથી મૉકટેસ્ટ 45નાં વીડિયો સૉલ્યુશન અમારી યૂટ્યુબ ચૅનલ પર શરૂ થઈ જશે.
– જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો ઓનલાઇન બુક બર્ડ મૉક ટેસ્ટ મૉડ્યૂલ. 

ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બૅન્કના દરેક પ્રકારના વ્યવહારો પર પ્રતિબંધ :

– ભારતીય રિઝર્વ બૅન્કે કર્ણાટકના ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બૅન્કના દરેક પ્રકારના વ્યવહારો પર પ્રતિબંધ મૂકી દીધો છે. 
– તેના કારણે બૅન્ક હવે કોઈને નવી લોન નહીં આપી શકે કે ન તો કોઈ પણ પ્રકારની રકમ જમા કરાવી શકશે. 
– RBIએ છ મહિના માટે આ પ્રતિબંધ મૂક્યો છે પણ લાઇસન્સ રદ કર્યું નથી. 19મી ફેબ્રુઆરી, 2021થી છ મહિના માટે આ પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે.
– બૅન્ક આ પ્રતિબંધો સાથે પણ બૅન્કિંગ સેવાઓનું સંચાલન કરી શકશે પણ જમા કે લોન આપવા પર પ્રતિબંધ રહેશે. RBIની અનુમતી વગર આ બૅન્ક કોઈ રોકાણ કે નવાં રોકાણનો નિર્ણય પણ નહીં લઈ શકે.
– RBIએ હાલ દરેક બચત અને ચાલુ ખાતા ગ્રાહકોને છ મહિનામાં માત્ર એક હજાર રૂપિયાનો ઉપાડ કરવાની જ છૂટ આપી છે.
– હાલમાં Deposit Insurance and Credit Guarantee Corporationની તરફથી જમા પર મળનારા વીમાનો લાભ આપવામાં આવશે. આ વીમા અંતર્ગત ગ્રાહકોને જમા પર પાંચ લાખ રૂપિયા સુધી વીમા કવચ મળે છે.

નાગાલૅન્ડ વિધાનસભામાં 58 વર્ષોમાં પહેલી વખત રાષ્ટ્રગાન :

– નાગાલૅન્ડની વિધાનસભામાં રાજ્યના ગઠનનાં 58 વર્ષોમાં પહેલી વખત રાષ્ટ્રગાન સાથે સત્રની શરૂઆત થઈ.
– 13મી વિધાનસભાના 7મા સત્રની શરૂઆતમાં રાજ્યપાલ આર. એન રવિના અભિભાષણ પહેલાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું.
– 1 ડિસેમ્બર, 1963ના રોજ નાગાલૅન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું અને જાન્યુઆરી 1964માં પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભામાં રાષ્ટ્રગાન પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહોતો. પરંતુ તેમ છતાં વિધાનસભામાં રાષ્ટ્રગાન કરવામાં આવતું નહોતું.
– નાગાલૅન્ડ વિધાનસભાના સ્પીકર શારિંગેન લોંગકુમેરે આ વખતે રાજ્યપાલના અભિભાષણ પહેલાં રાષ્ટ્રગાન કરવાનો નિર્ણય લીધો હતો.
– નાગાલૅન્ડની સ્થાપના: 1 ડિસેમ્બર, 1963 
– રાજધાની: કોહિમા
– મુખ્યમંત્રી: નેફયુ રિયો (Neiphiu Rio)

હૈદરાબાદને ‘2020 Tree City of the World’નું સન્માન :

– Arbor Day Foundation અને The Food and Agriculture Organisation of the United Nations દ્વારા તેલંગાણાની રાજધાની હૈદરાબાદને ‘2020 Tree City of the World’નું સન્માન મળ્યું.
– જંગલમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે અને જાળવણી કરવાની પ્રતિબદ્ધતા માટે હૈદરાબાદ શહેરની પસંદગી કરવામાં આવી હતી.
– વિશ્વનાં બીજાં 51 શહેરોને પણ આ સન્માન આપવામાં આવ્યું.
– આ સન્માન મેળવનાર હૈદરાબાદ ભારતનું એકમાત્ર શહેર બન્યું.
– Food and Agriculture Organization
– સ્થાપના : 16 ઑક્ટોબર,1945
– મુખ્યાલય : રોમ, ઇટલી
– સ્થાપક : જ્હોન રોઝનોવ
– Arbor Day Foundation 
– સ્થાપના : 1972, નેબ્રાસ્કા, US

CRPFનું પુસ્તક ‘રાષ્ટ્ર પ્રથમ – 82 વર્ષો કી સ્વર્ણિમ ગાથા’ :

– આ પુસ્તકમાં વીરતા અને શૌર્યની ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
– આ પુસ્તક દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસકાર ડૉ. ભુવન કુમાર ઝા દ્વારા સંકલિત છે.
– આ પુસ્તકમાં 11 પ્રકરણોમાં CRPFની સ્થાપના અને કામગીરી તેમજ  82 વર્ષોની તમામ ગૌરવશાળી ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે.
– આગામી દિવસોમાં આ પુસ્તકમાં વધુ પ્રકરણો ઉમેરાશે અને તે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બનશે.
– તાજેતરમાં CRPFના પૂર્વ સૈનિક દિવસ (વેટરન્સ ડે)ની ઉજવણી કરવામાં આવી રહી છે.
( ઉજવણી: ફેબ્રુઆરી માસનો ત્રીજો શુક્રવાર )
– Central Reserve Police Force (CRPF) 
– રચના : 27 જુલાઈ, 1939
– ડાઇરેક્ટર જનરલ : એ. પી. મહેશ્વરી 

ડિજિલૉકર ઍપ્લિકેશનની નવી સુવિધાઓ :

– ડિજિલૉકર ઍપ્લિકેશનમાં ટૂંક સમયમાં વપરાશકર્તાઓ માટે પાસપોર્ટ સેવાઓ માટે જરૂરી દસ્તાવેજોને પેપરલેસ મોડમાં સબમિટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે.
– પાસપોર્ટ સેવા માટે આવેદન કરનાર વ્યક્તિ ડિજિલૉકર મારફતે પોતાનાં ડૉક્યુમેન્ટ અપલોડ કરી શકશે.
– આવનારા સમયમાં પાસપોર્ટને પણ ડિજિલૉકરમાં સમાવેશ કરાશે. જેના કારણે વપરાશકર્તાઓએ મૂળ દસ્તાવેજો પોતાની સાથે રાખવાની જરૂર નહીં પડે.
– ડિજિલૉકર ઍપ્લિકેશન અને ‘પાસપોર્ટ સેવા’ વચ્ચે આ સંદર્ભે સમજૂતી કરવામાં આવી છે.
– ડિજિલૉકર ઍપ્લિકેશન 2015માં લૉન્ચ કરવામાં આવી હતી. જેમાં દરેક યુઝર્સને 1GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે.

Also Read : General knowledge of date 21/02/2021

મુલાકાત બદલ આબર શેર કરશો…………………………… 

Sharing Is Caring: