Date : 23/02/2021 General Knowledge Ans News

Date : 23/02/2021 General Knowledge Ans News

Today’s Date 23/02/2021  General Knowledge Ans latest News Foe All Competitive Exam :

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ. 

પોંડિચેરીમાં કૉંગ્રેસ અને DMKની ગઠબંધન સરકાર પડી ભાંગી પડી :

– પોંડિચેરીમાં કૉંગ્રેસ અને DMKની ગઠબંધન સરકાર પડી ભાંગી પડી છે. કૉંગ્રેસ પાર્ટી પોંડિચેરી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી શકી નથી.

– વિધાનસભામાં કૉંગ્રેસને પોતાના 9 ધારાસભ્યો ઉપરાંત DMKના 2 અને અપક્ષના એક ધારાસભ્યનું સમર્થન મળેલું હતું.

– કૉંગ્રેસને 11 ધારાસભ્યો (સ્પીકર સહિત 12)નું સમર્થન હતું. જ્યારે વિધાનસભાની વર્તમાન સ્થિતિ પ્રમાણે બહુમત માટે 14 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.

– આ સાથે પોંડિચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ રાજીનામુ આપ્યું.

– લેફ્ટનન્ટ ગવર્નર: તમિલીસાઈ સુંદરરાજન(વધારાનો ચાર્જ)

૨૨-૦૨-૨૦૨૧ નું જનરલ નોલેજ વાંચો

નાઓમી ઓસાકા 2021ની પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચૅમ્પિયન બની :

– ઑસ્ટ્રેલિયન ઓપન 2021 વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં જેનિફર બ્રેડીને 6-6, 6-3થી હરાવ્યા પછી નાઓમી ઓસાકા 2021ની પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચૅમ્પિયન બની.

– નાઓમી ઓસાકા આ ઑસ્ટ્રેલિયન ગ્રાન્ડ સ્લેમની જીત સાથે કુલ ગ્રાન્ડ સ્લેમની સંખ્યા ચાર થઈ.

– નાઓમી ઓસાકાનું આ બીજી ઑસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ જીત છે.

2018: US Open 

2019: Australian Open

2020: US Open 

2021: Australian Open

– નાઓમી ઓસાકા: જાપાન

– જેનિફર બ્રેડી: અમેરિકા

ભારત-માલદીવ: 5 કરોડ ડૉલરની સંરક્ષણ લોન કરાર પર હસ્તાક્ષર :

૨૧-૦૨-૨૦૨૧ નું જનરલ નોલેજ વાંચો

– તાજેતરમાં ભારતે માલદીવ સાથે 5 કરોડ ડૉલરની સંરક્ષણ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા.

– માલદીવમાં શિપિંગ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સુવિધાઓને વેગ મળશે.

– ડૉ. એસ જયશંકરના બે દિવસીય માલદીવ પ્રવાસ અમે માલદીવના સંરક્ષણમંત્રી મારિયા દીદી સાથે મુલાકાત દરમિયાન આ કરાર કરવામાં આવ્યા.

– આ કરાર અંતર્ગત ભારત માલદીવના સિફાવરુના ઉથુરુ થિલા ફાલહુ (UTF) ખાતે ‘માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળ કોસ્ટ ગાર્ડ હાર્બર’ વિકસાવશે.

– વિદેશમંત્રી એસ. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ સાથે પણ મુલાકાત કરી.

– વિદેશમંત્રીએ માલદીવને ઍન્ટિ કોવિડ-19 રસીના એક લાખ વધારાના ડોઝ પણ ભેટમાં આપ્યા.

(Humanitarian Assistance and Disaster Relief-HADR)

નાવિક યોકોવિચે નવમી વખત ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું : 

– સર્બિયાના નાવિક યોકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવને હાર આપીને નવમી વખત ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. 

– સતત ત્રીજા વર્ષે તેણે ઑસ્ટ્રેલિયન ઓપન જીતીને હેટ્રિક નોંધાવી હતી. અગાઉ તેણે વર્ષ 2011, 2012, 2013 એમ સળંગ ત્રણ વર્ષ ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

– તેની કારકિર્દીમાં આ સાથે તેણે 18 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી છે અને હવે તે રોજર ફેડરર અને રફેલ નડાલના 20 ટાઇટલના રેકૉર્ડથી બે ચૅમ્પિયનશિપ દૂર છે.

– 30 વર્ષની વય પછી છઠ્ઠી વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર તે નડાલ પછીનો બીજો ખેલાડી બન્યો છે.

– યોકોવિચના ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ: 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021

અશ્વારોહિકા સાઇમા સૈયદે એડ્યુરન્સ રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો : 

– ઘોડેસવારીના ક્ષેત્રમાં રાજસ્થાનના જોધપુરની અશ્વારોહિકા સાઇમા સૈયદ 80 કિમી એડ્યુરન્સ રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવીને વન-સ્ટાર રાઇડર બની.

– સાઇમા સૈયદ આ કૅટેગરીમાં સ્થાન મેળવનાર દેશની પ્રથમ મહિલા ઘોડેસવાર છે.

– Equestrian Federation of India અને All India Marwari Horse Society એ ગુજરાતના અમદાવાદ ખાતે All India Open Endurance Competition યોજાઈ હતી.

– અગાઉ, સાઇમાએ 40-60-80 કિમીની સ્પર્ધાઓમાં મેડલ જીતીને ક્વૉલિફાઇ કર્યું હતું.

– વન-સ્ટાર રાઇડર બનવા માટે 40-60-80 કિમીની બે સ્પર્ધાઓમાં ક્વૉલિફાઇ કરવું પડે છે.

જામનગરની મતગણતરી પૂર્ણ, જાણો કોને મળી સત્તા? :

જામનગરમાં મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. આ સાથે જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જામનગરની કુલ 64 બેઠકોમાંથી ભાજપ 55 સીટ પર, કોંગ્રેસ 6 બેઠકો પર અને BSPની 3 બેઠકો પર જીત થઇ છે. આ સાથે જ સતત છઠ્ઠી વખત જામનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહત્વનું છેકે, માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડીને ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે.

2015ની ચૂંટણીના પરિણામો પર એક નજર : 

અમદાવાદની 192માંથી ભાજપ 142, કોંગ્રેસ 49, 1 અપક્ષ

રાજકોટની 72માંથી ભાજપ 38, કોંગ્રેસ 34 બેઠક

જામનગરની 64માંથી ભાજપ 38, કોંગ્રેસ 24, 2 અન્ય 

ભાવનગરની 52માંથી ભાજપ 34, કોંગ્રેસ 18 બેઠક.

વડોદરાની 76માંથી ભાજપ 57, કોંગ્રેસ 14, 4 અન્ય 

સુરતની 116માંથી ભાજપ 76, કોંગ્રેસ 36માં

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

Sharing Is Caring: