Date 26-02-2021 : General Knowledge And Latest News
Today’s Date : 26-02-2021 General Knowledge and latest news For All Competitive Exams:
ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
![]() |
Date 26-02-2021 : General Knowledge And Latest News |
Today’s Date : 26-02-2021 General Knowledge and latest news For All Competitive Exams:
ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.
ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And Latest News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.
‘હુનર હાટ’ની 26મી આવૃત્તિનું ઉદ્ઘાટન:
– દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે ‘હુનર હાટ’ની 26મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.- હુનર હાટની થીમ: ‘Vocal for Local’
– આ હુનર હાટમાં દેશના બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 600થી વધુ કારીગરો ભાગ લેશે જે આપણી પરંપરાગત કલા અને હસ્તકલાનું પ્રદર્શન કરશે.
– ‘હુનર હાટ’ની આ પહેલ દ્વારા 5 લાખથી વધુ કારીગરો અને તેમની સાથે સંકળાયેલા લોકો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે.
– કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે ‘હુનર હાટ’ની પહેલ થકી વર્ષ 2022 સુધીમાં 75 ‘હુનર હાટ’નું આયોજન કરીને 7,50,000 કારીગરોને રોજગારીની તકો પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
– વર્ષ 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે.
– દરેક ‘હુનર હાટ’ દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે જે સ્વદેશી ચીજ-વસ્તુઓની ખરીદી કરે છે.
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ-2021:
– ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ-2021 કર્ણાટક રાજ્યમાં યોજાશે.
– આ અંગેની જાહેરાત તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રી B. S. Yediyurappa અને કેન્દ્રીય રમતમંત્રી કિરણ રિજિજુએ કરી હતી.
– બેંગ્લુરુની Jain University અને રાજ્યનાં અન્ય સ્થળો પર આ ગૅમ્સનું આયોજન થશે.
– ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સની આ બીજી આવૃત્તિ છે.
– સૌપ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સનું આયોજન વર્ષ 2020માં ઓડિશાના ભુવનેશ્વર ખાતે થયું હતું.
– આ વર્ષે યોગાસન અને મલખમ (Mallakhamba) રમતનો સમાવેશ કરવામાં આવશે.
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ વિશે:
– દેશભરની યુનિવર્સિટીઓના રમતવીરો ભાગ લેશે.
– આ ગૅમ્સનું આયોજન Association of Indian Universities, Indian Olympic Association અને National Sports Federationના સહયોગથી Sports Authority of India (SAI) અને કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં દુર્લભ ‘મૂન ફ્લાવર’ ફૂલ ખીલ્યું:
– બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં માત્ર બે કલાક માટે દુર્લભ મૂન ફ્લાવર ફૂલ ખીલ્યું.
– આ દુર્લભ મૂન ફ્લાવરને ‘ઍમેઝોનિયન કૅક્સટ’ પણ કહેવામાં આવે છે, પરંતુ તે રાત્રે ખીલતું હોવાથી તેને મૂન ફ્લાવર કહેવાય છે.
– બ્રિટનમાં આ પ્રજાતિનો આ એક માત્ર છોડ છે જે કૅમ્બ્રિજ યુનિવર્સિટીના બૉટનિકલ ગાર્ડન ખાતે આવેલ છે.
– આ ફૂલની સાઇઝ 28 સેમી હતી. આ છોડનું વૈજ્ઞાનિક નામ ‘સેલેનિસેરસ વિટ્ટી’ છે જે સૂર્યાસ્ત બાદ ખીલવાનું શરૂ થાય છે અને સૂર્યોદય સુધી સંપૂર્ણપણે ખીલી જાય છે.
– જોકે આ દુર્લભ મૂન ફ્લાવર સંપૂર્ણપણે ખીલવાના બે કલાક બાદ સુધી જ પોતાના અસલી રૂપમાં રહે છે. અને તેમાંથી ખુશ્બુ પણ આવે છે.
– આ ફૂલ ખાસ કરીને ઍમેઝોનના જંગલોમાં જોવા મળે છે. આ ફૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો છોડ માત્ર દુનિયાનાં 13 બૉટનિકલ ગાર્ડનોમાં જ છે.
જાપાન સરકારે ‘Minister of Loneliness’ મંત્રાલય બનાવ્યું:
– જાપાન સરકારે ‘Minister of Loneliness’ નામે એક નવું મંત્રાલય બનાવ્યું છે જેમાં એક મંત્રીની નિમણૂક પણ કરી દીધી છે.
– જાપાનમાં એકલતાને કારણે આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ મંત્રાલય લોકોની એકલતા દૂર કરવા માટે કામ કરશે.
– કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર પણ બન્યા છે. કોરોનાકાળમાં જાપાનની અંદર આપઘાતની ઘટનાઓમાં વધારો થયો જોવા મળ્યો છે.
– અગાઉ બ્રિટનમાં વર્ષ 2018માં આ પ્રકારના મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી.
– જાપાનના વડાપ્રધાન: યોશિહિદે
મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે:
– અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું.
– આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા. વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું.
– આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટ્ર્સ એન્ક્લેવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. તેમાં એક સાથે 3000 યુવાનો તાલીમ મેળવી શકશે.
– સરદાર પટેલ સ્પોટ્ર્સ એન્ક્લેવ 233 એકરમાં બનશે. તેની સાથે નારણપુરા વિસ્તારમાં 18 એકર જમીન પર નવું સ્પોટ્ર્સ સંકુલ પણ બનશે.
– નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1.32 લાખ પ્રેક્ષકોને બેસાડવાની ક્ષમતા છે.
Making Peace with Nature Report: UNEP:
– તાજેતરમાં, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા ‘મૅકિંગ પીસ વીથ નેચર’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.
– આ રિપોર્ટમાં જળવાયુ પરિવર્તન, જૈવવિવિધતા અને પ્રદૂષણ વિશે ચર્ચા કરવામાં આવી છે જેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે.
– જળવાયુ પરિવર્તનના કારણે ઉનાળા દરમિયાન આર્કટિક મહાસાગરનો બરફ પીગળી રહ્યો છે જે આર્કટિક ઇકોસિસ્ટમને વિક્ષેપિત કરે છે.
– જે આશરે 8 મિલિયન છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓમાંથી લગભગ 1 મિલિયનથી વધુ પ્રજાતિઓનું લુપ્ત થવાનું સંકટ વધી રહ્યું છે.
– પ્રદૂષણને કારણે દર વર્ષે 9 લાખ લોકો સમય કરતાં વહેલાં મૃત્યુ પામે છે.
– પર્યાવરણની વધુ અસર ગરીબ અને નબળા વર્ગ પર થાય છે. આર્થિક વિકાસની અસમાનતાએ 1.3 બિલિયન લોકોને ગરીબ બનાવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વિશે:
– સ્થાપના: 5 જૂન, 1972, મુખ્યાલય: નૈરોબી (કેન્યા), પ્રમુખ રિપોર્ટ્સ: ‘ઇમિશન ગૅપ રિપોર્ટ’, ‘ગ્લોબલ એન્વાયર્નમેન્ટ આઉટલુક’, ‘ઇન્વેસ્ટ ઇન ટુ હેલ્ધી પ્લેનેટ રિપોર્ટ’
– પ્રમુખ અભિયાન: ‘બીટ પોલ્યુશન’, ‘UN 75’, ‘વાઇલ્ડ ફોર લાઇફ’
સિલ્વર ઍન્ટિમની ટેલ્યુરાઇડ (AgSbTe2):
– તાજેતરમાં બેંગ્લુરુમાં ‘જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર ઍડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ’ દ્વારા આ નવા પદાર્થની શોધ કરવામાં આવી.
– સિલ્વર ઍન્ટિમની ટેલ્યુરાઇડ એ તમામ પ્રકારના ઘરેલું અને ઔદ્યોગિક ઉપકરણો દ્વારા ઉત્પન્ન થતી વધારાની ગરમી શોષી લેશે અને તેનો ઉપયોગ અન્ય કાર્યો માટે પણ થઈ શકશે.
– આ પદાર્થ કૉપર, સિલ્વર અને ટેલ્યુરિયમના મિશ્રણથી બનાવવામાં આવ્યો છે.
સમલૈંગિક લગ્નનો મૂળભૂત અધિકાર નથી: કેન્દ્ર સરકાર:
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નની મહત્વપૂર્ણ ભૂમિકા સ્પષ્ટ કરી છે. સમલૈંગિક લગ્ન ભારતીય પરિવારની પરંપરાને અનુરૂપ નથી તેથી તેને મંજૂરી આપવી જોઈએ નહીં. આ મત કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્ત કરાયો હતો. સમલૈંગિક લગ્ન એ મૂળભૂત અધિકાર નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, સમલૈંગિક યોગલોનું સાથે રહેવું દેશના કાયદાના નાજુક સંતુલનને અસ્વસ્થ કરી શકે છે.
પોરબંદરના ફોટોગ્રાફરને મળ્યો લલિતકલા એવોર્ડ:
પોરબંદરના તસ્વીરકાર પુનિતભાઈ કારીયાને ‘ રિન્કલસ વિઝડન અ કાશ્મીરી ઓલ્ડમેન’ તસ્વીર માટે લલિતકલા અકાદમી એવોર્ડ મળેલ છે. પુનિતભાઈએ 450થી વધુ પક્ષીઓની પ્રજાતી તથા 28 સસ્તન પ્રજાતિના ફોટો લીધા છે અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે અન્ય જિલ્લા તથા અન્ય રાજ્યમાં ફોટોગ્રાફી કરી છે. 2021માં કાશ્મીરના વૃદ્ધના ફોટો પર લલિતકલા અકાદમી એવોર્ડ મેળવ્યો છે.
સ્મશાનમાં મનાવી સુહાગરાત!:
અંધશ્રદ્ધાને દુર કરવા રાજકોટ વિજ્ઞાન જાથા અનેક પ્રયોગો કરતી હોય છે. ત્યારે આજ જાગૃતિ અભિયાનને આગળ વધારતા કોટડાસાંગાણીનાં એક નવદંપતીએ પોતાની સુહાગરાત સ્મશાનમાં મનાવી હતી. સંસ્થાના કાર્યકરોએ દંપતીની જાન ગામમાં પરત આવતા ભૂતડાઓના કપડા પહેલા ફુલેકુ કાઢ્યું હતું. આ સાથે લગ્ન બાદ સીધા સ્મશાનમાં ઉતારો લઇ 12 વાગ્યા સુધી ગામ લોકો સ્મશાનમાં રહ્યા હતા. ઉપરાંત લગ્નની પહેલી રાત પણ ત્યાં જ મનાવી હતી.
YouTubeએ એન્ડ્રોઇડ યૂઝર્સને આપી મોટી ગિફ્ટ:
YouTube તેના Android યુઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું છે. અર્થાત યુઝર્સ હવે 2160 પિક્સેલ્સ અથવા 4Kમાં વિડીયો સ્ટ્રીમ કરી શકશે. આ પહેલા જો ગૂગલે 4Kમાં વીડિયો અપલોડ કર્યા હોય તો તે Android યુઝર્સને 1440 પિક્સેલ્સ પર વીડિયો જોવાની મંજૂરી હતી. YouTube પર 1080 પિક્સેલ્સ અથવા ફૂલ HD કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાની મંજૂરી છે. જોકે આ સુવિધા iOS પર પહેલેથી જ ઉપલબ્ધ હતી.
“મુકેશ ભાઈ, આ તો ખાલી ટ્રેલર!”:
મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર એક શંકાસ્પદ ગાડી મળી છે. ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. CCTVથી પુરાવા શોધશે સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે, મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે.
PM મોદી જેની સામે શીશ ઝૂકાવી છે એ મહિલા કોણ છે?:
PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મહિલાને શીશ ઝૂકાવીને હાથ જોડી આશીર્વાદ લેતો ફોટો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું કે, આજે કોયમ્બતૂરમાં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ. તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગના ક્ષેત્રમાં અદ્ભૂત કામ માટે આ વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્વનું છેકે, પપ્પામ્મલજી 106 વર્ષના હોવા છતાં 2.5 એકર ખેતરમાં જાતે કામ કરે છે.
સેનાના કપડા બનશે હવે સુરતમાં:
ભારતીય સંરક્ષણ મંત્રાલયે સુરતના કાપડ ઉદ્યોગને પત્ર લખ્યો છે. ભારતીય સેના માટે એક્સ્ટ્રીમ ક્લોથ વેધર ક્લોથિંગ સિસ્ટમ, ટ્રાઉઝર, કોટ, ગ્લેશિયર મેટ્રેસ, સ્લીપિંગ બેગ સ્પેશિયલ, ગ્લોવ્ઝ એન્ડ સોકસ વગેરે વસ્તુઓની જરૂરિયાત રહે છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રમાં આ વસ્તુઓનું મેન્યુફેકચરિંગ કરવાની શક્યતાને પગલે મંત્રાલયે ચેમ્બરને પત્ર લખ્યો છે. ભવિષ્યમાં સુરત આ તમામ વસ્તુનું ઉત્પાદન કરશે.
ભારતના દિગ્ગ્જ ઓલરાઉન્ડરે લીધો સંન્યાસ:
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણએ ક્રિકેટના બધા જ ફોર્મેટથી સંન્યાસ લઈ લીધો છે. યુસુફએ આ જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે. તેને લખ્યું કે, હું મારા પરિવાર, મિત્રો, ફેન, ટીમ, કોચ અને પુરા દેશને દિલથી સમર્થન અને પ્રેમ આપવા માટે દિલથી આભાર માનું છું. આ સાથે જ તેને સંન્યાસની જાહેરાત કરી છે. અગાઉ ફાસ્ટ બોલર વિનય કુમારે પણ આજે જ બધા ફોર્મેટથી સંન્યાસ લીધો છે.
આજે આ સમાચાર પર રહેશે નજર:
– 3 વર્ષે પણ GSTની આંટીઘૂટીઓ ન ઉકેલાતા વેપારીઓની દેશવ્યાપી હડતાળ
– સુરત મનપાની ચૂંટણીમાં આપને 27 સીટ મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે
– આજથી પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે.
– અમદાવાદનો આજે સ્થાપના દિવસ. શહેરની સ્થાપનાના 610 વર્ષ થયા પુરા.
તારીખ : ૨૫/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો
તારીખ : ૨૪/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો
આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.