Free Silai Machine Yojana:ફ્રી સિલાઈ મશીન યોજના 2023, જાણો સંપૂર્ણ માહિતી

Free Silai Machine Yojana: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન યોજનાનો ઉદ્દેશ મહિલાઓને રોજગારી ની તકો પુરી પાડવી અને આર્થિક રીતે સશક્ત બનાવવા નો છે. સિલાઈ મશીન યોજના 2023 નો લાભ કોને કોને મળશે તેના વિશે તમામ માહિતી આપડે આ પોસ્ટ માં મેળવીશું.

Free Silai Machine Yojana

Free Silai Machine Yojana

યોજના નું નામફ્રી સિલાઈ મશીન યોજના
ઉદ્દેશમહિલાઓને રોજગારી પુરી પાડવી અને આર્થિક રીતે સશક્ત બનાવવી
લાભ કોને મળશેઆર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને
અરજી પ્રકારઓફલાઇન/ઓનલાઈન
Official Websitewww.sje.gujarat.gov.in

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

ફ્રી સિલાઈ મશીન યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવી અને તેમને રોજગારી ની પૂરતી તકો પુરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં આ યોજના અત્યારે પણ શરૂ છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં હતી પરંતુ અત્યારે ગ્રાન્ટ ની રકમ ન ફાળવવા ના કારણે અત્યારે આ યોજના બંદ રાખવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના 2023

કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ની શરૂઆત વર્ષો પહેલા કરવામાં આવી હતી. મહિલાઓને પોતાનું જીવન જીવવામાં મુશ્કેલી ન પડે એ માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી મહિલાઓ મેળવી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના માટેના માપદંડ

  • સ્ત્રીની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ.
  • આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને આ લાભ મળશે.
  • સિલાઈ મશીન ખરીદવા માટે રૂ.12000 આપવામાં આવશે.

ફ્રી સિલાઈ મશીન યોજના: ડોક્યુમેન્ટ યાદી

  • આધારકાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • આવકનો પુરાવો
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • વિધવા પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ચાલુ મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો

ફ્રી સિલાઈ મશીન યોજના અરજી પક્રિયા

  • ફ્રી સિલાઈ મશીન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.sje.gujarat.gov.in છે.
  • ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરીને ફ્રી સિલાઈ મશીન યોજના નો વિકલ્પ પસંદ કરો. (અત્યારે આ યોજના ગુજરાતમાં બંદ છે.)
  • ત્યારબાદ PDF સ્વરૂપ માં આપેલ ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરો અને તેની હાર્ડ કોપી પ્રિન્ટ કરો.
  • તમારી તમામ યોગ્ય માહિતી ફોર્મમાં ભરો અને માંગેલાં તમામ દસ્તાવેજો જોડો.
  • ત્યારબાદ તમારું ફોર્મ સંબંધિત વિભાગ માં સબમિટ કરો અને અધિકારી ના એપૃવલ ની રાહ જોવો.
  • જો તમારું ફોર્મ માન્ય ગણાશે તો તમને સિલાઈ મશીન ની સહાય તમારા ખાતામાં જમા કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

ફ્રી સિલાઈ મશીન યોજના FAQ

ફ્રી સિલાઈ મશીન યોજના નો ઉદ્દેશ શુ છે?

ફ્રી સિલાઈ મશીન યોજના નો ઉદ્દેશ મહિલાઓને રોજગારી પુરી પાડવી અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

ફ્રી સિલાઈ મશીન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

ફ્રી સિલાઈ મશીન યોજના કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા શરૂ કરવામાં આવી હતી.

Sharing Is Caring: