Gujarat Government Employees Will Gets 3% Extra DA Benefits Soons.

 

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર જલ્દી મળી શકે છે ૩% મોંઘવારી ભથ્થા નો લાભ.

 

       સરકારી કર્મચારીઓ માટે ફરી એક વખત સારા સમાચાર મળી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૨૧ માં સરકાર પોતાના કર્મચારીઓને વધારાના ૩% મોંઘવારીનો લાભ આપી શકે છે.હાલ ગુજરાતમાં  સરકારી કર્મચારીઓને ૨૮% મોંઘવારી મળી રહી છે.જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ને ૩૧% મોંઘવારી મળી રહી છે.


     મોંઘવારીની ગણતરી કર્મચારીને મળતા બેસિક પગાર પર થાય છે જો સરકાર ૩% મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરે તો કર્મચારીઓને સારો એવો ફાયદો થઇ શકે એમ છે.


        કોરોનાના કારણે બંધ રહેલ મોંઘવારી ભથ્થા માં હાલ જ સરકારે રીલીઝ કરી કર્મચારીઓ ને મોટો લાભ જાહેર કરેલ છે.જયારે કેન્દ્ર સરકારે તે બાદ પણ પોતાના કર્મચારીઓ માટે ૩% નો વધારો જાહેર કરેલ છે.જે હજુ સુધી ગુજરાત સરકારના કર્મચારીઓ ને મળેલ નથી.


        છેલ્લે કર્મચારીના મોઘવારી ભથ્થામાં એકી સાથે ૧૧%નો વધારો કરવામાં આવેલ હતો પરંતુ હજુ સુધી રોકી રાખેલ ૧૮ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીઅસ બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.આ ૧૮ મહિનાના નાં એરીઅસ અંગે પણ કેન્દ્ર સરકાર આવતા વર્ષે કોઈ સારો નિર્ણય લઇ શકે છે

 

        હાલ જુદા જુદા ઘણા કર્મચારી સંઘો પોત પોતાના પ્રશ્નોને લઇ ને સરકાર સમક્ષ રજુવાત કરી રહ્યા છે જેમાં એક રજુવાત કર્મચારીઓ ને કેન્દ્રનાં ધોરણે તમામ ભથ્થાનો લાભ તાત્કાલિક આપવામાં આવે એની પણ છે જેથી સરકાર કર્મચારીઓની નારાજગી દુર કરવા આવતા વર્ષની સરુવાતમાં જ આ નિર્ણય લઇ કર્મચારીઓની નારાજગી દુર કરી શકે છે. 


        આશા એવી વ્યક્ત કરાઈ રહી છે કે આવતા વર્ષની સારુવાતમાં જ સરકાર પોતાના કર્મચારીઓ માટે સારા સમાચાર આપી શકે છે.જો સરકાર ૩% વધારો જાહેર કરે તો સરકારી કર્મચારી નું મોંઘવારી ભથ્થું વધીને ૩૧% થઇ શકે છે.


Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!