Today’s Date 24/02/2021 General Knowledge And latest News

 Today’s Date 24/02/2021  General Knowledge And latest News For All Competitive Exams :

Today’s Date 24/02/2021  General Knowledge And latest News

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.

‘કેન્દ્રીય ઉત્પાદન કર દિવસ’ની ઉજવણી

–  દરવર્ષે ભારતમાં 24 ફેબ્રુઆરીના રોજ  ‘કેન્દ્રીય ઉત્પાદન કર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

–  ભારતમાં 24 ફેબ્રુઆરી, 1944 ના રોજ કેન્દ્રીય ઉત્પાદન કર નો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

–  આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ માલ ઉત્પાદનના વ્યવસાયમાં થતા ભ્રષ્ટાચારને રોકવો અને ભારતીય આબકારી વિભાગને વધુ સારી રીતે ચલાવવા એક્સાઇઝ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો છે.

–  Central Board of Indirect Taxes and Customs(CBIC) દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

–  Central Board of Indirect Taxes and Customs(CBIC)

–  અધ્યક્ષ: એમ. અજિતકુમાર

–  મુખ્યાલય: નવી દિલ્હી 

–  ધ્યેય વાક્ય:  देशसेवार्थ करसंचय

–  નોંધ: ભારતમાં આયકર દિવસની ઉજવણી 24 જુલાઈના રોજ કરવામાં આવે છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણને બે વર્ષ પૂર્ણ

– પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં આ યોજનાના અમલની શ્રેષ્ઠતા માટે વિવિધ ત્રણ કૅટેગરીમાં ઍવૉર્ડ આપવાની જાહેરાત કરી છે.

–  સમગ્ર દેશના 718 જિલ્લાઓ પૈકી 15 જિલ્લાઓને આ ત્રણ કૅટેગરી અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે ઍવૉર્ડ મેળવવા પસંદગી પામ્યા છે.

–  ગુજરાતના આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગ્રિવન્સીસ  રિડ્રેસલ- ફરિયાદ નિવારણ કૅટેગરીમાં શ્રેષ્ઠત્તમ દેખાવનો  ઍવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

–  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ પારદર્શિતાથી મળી રહે તે માટે ખેડૂતોને સંપૂર્ણ આધારકાર્ડ પ્રમાણભૂત સહાય ચુકવણી તથા ગ્રિવન્સીસ  રિડ્રેસલ અને ફિઝિકલ વેરિફિકેશન એમ ત્રણ કૅટેગરીમાં કેન્દ્ર સરકારે ઍવૉર્ડ જાહેર કરેલા છે. 


–  આ ઍવૉર્ડમાં એકમાત્ર સરકારી વિભાગ તરીકે ગુજરાત સરકારના કૃષિ- ખેડૂત કલ્યાણ વિભાગને ઍવૉર્ડ મળ્યો છે. 


–  કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ફેબ્રુઆરી-2019થી શરૂઆત કરી છે. 


ગણિતશાસ્ત્રી કેથરિન જ્‌હોન્સન નામ પરથી રૉકેટનું નામ રખાયું

–  તાજેતરમાં નોર્થ્રોપ ગ્રુમન- બિલ્ટ સિગ્નસ કાર્ગો શિપ (Northrop Grumman- built Cygnus cargo ship)નું આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (ISS) માટે જરૂરી સામાન લઈને અંતરીક્ષમાં પહોંચી રહેલા રૉકેટનું નામ અમેરિકાના મહિલા ગણિતશાસ્ત્રી કેથરિન જ્‌હોન્સન નામ પરથી રાખ્યું છે. 

–  વર્જિનિયાના વેલોપ્સ આઇલૅન્ડ પર સ્થિત મિડ- એટલાન્ટિક રિઝનલ સ્પેસપોર્ટ પેડ 0A પરથી આ રૉકેટને લૉન્ચ કરવામાં આવ્યું.

–  આ મહિલા ગણિતજ્ઞાએ જે ફોર્મ્યુલા માંડી તે અમેરિકાના પ્રથમ અંતરીક્ષ મિશનનો આધાર બની હતી.

–  કેથરિન જ્‌હોન્સન એક અશ્વેત મહિલા હતી જેની ગણતરીઓના આધારે 20 જાન્યુઆરી, 1962ના રોજ જોન ગ્લેન પૃથ્વીની પરિક્રમા કરનારા પ્રથમ અમેરિકી અંતરીક્ષ વિજ્ઞાની બન્યા હતા.

–  ગણિતશાસ્ત્રી કેથરિન જ્‌હોન્સને મેળવેલી સિદ્ધિઓ પર ફિલ્મ ‘હિડેન ફિગર્સ’ બની હતી.

–  વર્ષ 2020માં 101 વર્ષની ઉંમરે કેથરિન જ્‌હોન્સનનું  અવસાન થયું હતું.


Intensified Mission Indradhanush 3.0 ની શરૂઆત

–  કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા દેશભરમાં રસીકરણના વ્યાપને વધારવા માટે  Intensified Mission Indradhanush 3.0નો પ્રારંભ  કરવામાં આવ્યો છે.


–  COVID- 19 મહામારી દરમિયાન દેશમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ રસી મુકાવાથી વંચિત રહી ન જાય તે માટે આ મિશનનો પ્રારંભ કર્યો છે.

–  Intensified Mission Indradhanush 3.0

– 15 દિવસના 2 રાઉન્ડનું આ મિશન પૂર્ણ કરવામાં આવશે.

– પ્રથમ રાઉન્ડ 22 ફેબ્રુઆરી, 2021 ના રોજ શરૂ થયો છે અને બીજો રાઉન્ડ 22 માર્ચ, 2021 ના રોજ શરૂ થશે.

–  દેશમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

–  તમામ બાળકો અને સગર્ભાઓને તેમનાં વયજૂથ મુજબની રસી સમયસર મળી રહે તેવો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.

–  ભારત સરકારે ડિસેમ્બર 2014માં ‘મિશન ઇન્દ્રધનુષ’ શરૂ કર્યું હતું.


એપોફિસ ઍસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાની છે

– અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર 6 માર્ચના રોજ એપોફિસ ઍસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાની છે.

–  લઘુગ્રહના ભ્રમણ પર નજર રાખતા નાસાના વિભાગે વર્ચ્યુઅલ ટેલિસ્કોપની મદદથી 1.5 કરોડ કિમી દૂરથી આ ઍસ્ટરોઇડની તસ્વીર લીધી છે.

–  એપોફિસ નામનો લઘુગ્રહ 370 મીટર પહોળો છે. નાસાના અંદાજ મુજબ પૃથ્વીને કોઈ નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે પૃથ્વીથી તેની ભ્રમણકક્ષા 1 કરોડને 60 લાખ જેટલી દૂર હશે.

–  વર્ષ 2029માં તે આનાથી પણ વધુ નજીકના અંતરથી પસાર થશે અને  આગામી 48 વર્ષ એટલે કે 2068 સુધી પૃથ્વીને અસર કરશે.

–  એપોફિસ ઍસ્ટરોઇડની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. એપોફિસ ઍસ્ટરોઇડનો લેટિન ભાષામાં અર્થ ‘મહાપ્રલયનો દેવતા’ એવો થાય છે.

–  એપોફિસ ઍસ્ટરોઇડની શોધ 2004માં થઈ હતી.


ભારતની અંકિતા રૈનાએ WTA ડબલ્સનું ટાઇટલ જીત્યું

–  ભારતની અંકિતા રૈનાએ તેની કારકિર્દીમાં પ્રથમ વાર Women’s Tennis Association (WTA) ડબલ્સનું ટાઇટલ જીત્યું.

–  અંકિતા રૈનાએ રશિયાની ખેલાડી કેમિલા રખિમોવા સાથે મળીને ફિલિપ આઇલૅન્ડ ટ્રૉફી ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું.

–  તેણે રશિયાની એન્ના ક્લિન્કોવા અને એનેસ્ટેસિયા જોડી સામે 2- 6, 6- 4, 10- 7થી આ ટાઇટલ જીત્યું હતું.

–  આ જીત સાથે અંકિતા WTOની વિમેન્સ ડબલ્સ રેન્કિંગમાં ટોપ- 100માં સ્થાન મેળવી લેશે.

–  હાલમાં તે 115મા ક્રમે છે. આગામી સમયમાં જાહેર થનાર WTOની રેન્કિંગમાં 94મો ક્રમ પ્રાપ્ત કરશે.

–  તે સાનિયા મિરઝા બાદ ટોપ- 100માં સ્થાન મેળવનાર બીજી ભારતીય ખેલાડી બનશે.

–  અંકિતા રૈના ગુજરાતની ટેનિસ ખેલાડી છે.

–  Women’s Tennis Association (WTA)

–  આ ટાઇટલ સાથે 8000 અમેરિકન ડૉલર પણ મળશે.


રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સ્ટેન્શન

–  ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું. 

–  1985 બૅચના IAS અધિકારી 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે જે હવે એક્સટેન્શન મળ્યા બાદ કાર્યકાળ ઑગસ્ટ સુધી રહેશે.

–  આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો તેમના નેતૃત્વમાં યોજાશે.

–  આ પહેલાં ઑગસ્ટ 2020માં અનિલ મુકિમ નિવૃત્ત થવાના હતા પરંતુ, અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.  

–  અનિલ મુકીમે નાણાં, મહેસૂલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના મહત્ત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે.

–  તેઓ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. તેમણે ફેબ્રુઆરી 2016 સુધી જીએડી (GAD)ના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.

–  જે.એન. સિંઘની મુખ્ય સચિવપદેથી નિવૃત્તિ બાદ અનિલ મુકિમની મુખ્ય સચિવપદે પસંદગી કરવામાં આવી હતી.


GTUના 2 અધ્યાપકોની ઇનોવેશન ઍમ્બેસેડર તરીકે નિયુક્તિ

– કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા GTUના 2 અધ્યાપકોની ઇનોવેશન ઍમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ.

–  GTUની યાદીના જણાવ્યા મુજબ AICTE અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલાયના ઇનોવેશન સેલ દ્વારા GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મૅનેજમેન્ટના અધ્યાપક ડૉ. કૌશલભટ્ટ અને તુષાર પંચાલની નિયુક્તિ ઇનોવેશન ઍમ્બેસેડર તરીકે કરવામાં આવી છે. 

–  આગામી સમયમાં તેઓ રાજ્યમાં ઇનોવેશન, ડિઝાઇન થિકિંગ, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇનોવેશન સંબધિત સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે.

–  GTUના કુલપતિ –  પ્રો.ડૉ. નવીન શેઠ

સ્ટાર ભારતીય ક્રિકેટર ભાજપમાં જોડાયો

આજે ભારતનો સ્ટાર ક્રિકેટર અશોક ડિંડા ભાજપના જોડાયો છે. ગઈકાલે ભારતીય ક્રિકેટર મનોજ તિવારી ટીએમસીમાં જોડાયા બાદ આજે ડિંડા આજે ભાજપમાં સામેલ થયો છે. બંને પશ્ચિમ બંગાળના છે. અને એપ્રિલમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેની હાલ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલ ઉત્તર કોલકતાના એમહર્સ્ટમાં પરિવર્તન યાત્રા ચાલી રહી છે આ યાત્રા બાદ તે વિધિવત કેસરિયો ધારણ કરશે.

આ પણ વાંચો :

તારીખ : ૨૩/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો

 તારીખ : ૨૨/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!