Today’s General Knowledge And latest News : Date : 25-02-2021

Today’s General Knowledge And latest News : Date : 25-02-2021

 
Today’s Date 25/02/2021  General Knowledge And latest News For All Competitive Exams:

ફરી એકવાર ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ માં તમારું સ્વાગત છે.

ન્યુ ભરતી ન્યુઝ બ્લોગ હમેશા તમારા માટે નવું નવું General Knowledge And News, નોલેજ, ભારતીના સમાચાર, તાજા સમાચાર, સરકારી સહાય વિશેની નવી નવી અપડેટ તમારા લઈને આવતા રહીએ છીએ.

‘ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ 2021’:

– મધ્યપ્રદેશના ખજુરાહોમાં 47મા ‘ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ 2021’ની શરૂઆત થઈ.

– ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્યુઝિક અને આટ્‌ર્સ ઍકેડેમી ભોપાલ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

– આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 1975માં ખજુરાહો મંદિર પરિસરમાં કરવામાં આવી હતી.

– શરૂઆતનાં વર્ષોમાં આ ફેસ્ટિવલ મંદિર પરિસરની અંદર યોજવામાં આવતો હતો, પરંતુ પાછળથી પુરાતત્ત્વ વિભાગના અમુક કારણોસર મંદિર પરિસરની બહાર યોજાયો હતો.

– આ ફેસ્ટિવલ છ દિવસ સુધી ચાલશે.

– 44 વર્ષ પછી વર્ષ-2021 પુરાતત્ત્વ વિભાગની મંજૂરી મળતાં, ફરીથી તેને મંદિર પરિસરમાં યોજવામાં આવી રહી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામ મુલાકાત:

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ ખાતે ઇન્ડિયન ઑઇલ્સ બોનગાઈગાંવ રિફાઇનરી ખાતે INDMAX એકમનું ઉદ્‌ઘાટન કર્યું.

– ઉપરાંત, મધુબન-દિબ્રુગઢ ખાતે ઑઇલ ઇન્ડિયા લિમિટેડના સેકન્ડરી ટેન્ક ફાર્મ અને હેબેડા ગામ, માકુમ, તિનસુખિયા ખાતે એક ગૅસ કમ્પ્રેસર સ્ટેશનનું ઉદ્‌ઘાટન કર્યું. 

– માકુમ, તિનસુખિયા ખાતે ગૅસ કમ્પ્રેસર સ્ટેશન દરવર્ષે રાષ્ટ્રની ક્રૂડ ઑઇલ ઉત્પાદન ક્ષમતા આશરે 16,500 મેટ્રિક ટન જેટલી વધારશે. 132 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ સ્ટેશનમાં 3 લો-પ્રેશર બુસ્ટર કમ્પ્રેસર અને 3 હાઇ-પ્રેશર લિફ્ટર કમ્પ્રેસરનો સમાવેશ થાય છે.

– સાથે ધેમાજી એન્જિનિયરિંગ કૉલેજનું ઉદ્‌ઘાટન અને સુઆલકૂચી એન્જિનિયરિંગ કૉલેજનો શિલાન્યાસ કર્યો.

DRDOએ VL-SRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું:

– DRDOએ વર્ટિકલ લૉન્ચ થતી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ VL-SRSAMનું સફળ પરીક્ષણ કર્યું.

– ઓડિશાના દરિયાકિનારે આવેલ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચાંદીપુર ખાતેથી વર્ટિકલ રીતે લૉન્ચ થતી મિસાઇલનું પરીક્ષણ કરાયું.

– DRDO દ્વારા દેશમાં જ નિર્માણ પામેલ અને ડિઝાઇન થયેલ આ મિસાઇલ Vertical Launch Short Range Surface to Air Missile (VL-SRSAM)ને ભારતીય નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે.

– આ મિસાઇલ વડે આકાશમાંથી આવતા ખતરાને આકાશમાં જ નષ્ટ કરવામાં આવશે.

– રક્ષામંત્રી: રાજનાથસિંહ

– DRDO હેડક્વાર્ટર: નવી દિલ્હી

– DRDO ચીફ: જી. સતીષ રેડ્ડી

ઇઝરાઇલે કોરોના વાઇરસ ‘ગ્રીન પાસ’ સિસ્ટમ શરૂ કરી:

– ઇઝરાઇલે કોરોના વાઇરસ ‘ગ્રીન પાસ’ સિસ્ટમ શરૂ કરી છે જે રસી અપાયેલા લોકોને જાહેર સુવિધાઓના ઉપયોગ માટે મંજૂરી આપે છે.

– ઇઝરાયલીઓ કે જેમણે ફાઇઝર રસીના બંને ડોઝ લીધા છે અને જેઓ વાઇરસથી સ્વસ્થ થયા છે તેઓને આ સુવિધાનો લાભ લઈ શકે છે. સ્માર્ટફોન ધરાવનાર લોકોને QR કોડ અથવા સ્માર્ટફોન વગરના લોકો માટે પ્રિન્ટઆઉટ સ્વરૂપમાં ‘ગ્રીન પાસ’ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યાં છે.

– આ ગ્રીનપાસ જીમ, સ્વિમિંગ પુલ, હોટેલ, મનોરંજન સ્થળો અને રમતગમતના કાર્યક્રમોમાં પ્રવેશ માટે પરવાનગી આપે છે.

– ઇઝરાયલના વડાપ્રધાન: બેન્જામિન નેતન્યાહુ

– ઇઝરાયલ કૅપિટલ: જેરુસલેમ

– ઇઝરાયલ કરન્સી: ઇઝરાઇલી શેકેલ

2020માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર ચીન બન્યું:

– ન્યૂઝ એજન્સી બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે 2020માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર ચીન બન્યું.

– ભારત-ચીન વચ્ચે વર્ષ 2020માં 77.7 અબજ ડૉલરનો વેપાર થયો.

– ચીને વર્ષ 2020 દરમિયાન ભારતને 58.7 અબજ ડૉલરની સામગ્રી વેચી હતી. તેની સામે ભારતે ચીનમા 19 અબજ ડૉલરની નિકાસ કરી.

– ચીનમાં થતી નિકાસની સરખામણીએ આયાત 2.5 ગણી વધારે છે. 2019માં ચીન સાથેનો વેપાર 85.5 અબજ ડૉલર હતો, તેમાં 2019ની સરખામણીમાં ઘટાડો થયો છે.

– વિશ્વમાં સૌથી મોટા દવા ઉત્પાદક દેશો પૈકીનો ભારત એક દેશ છે. ભારતીય કંપનીઓ જરૂરી ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિઅન્ટ્સ (API) પૈકી ઘણી સામગ્રી ચીનમાંથી મંગાવે છે.

– અમેરિકા-ભારતનો દ્વિપક્ષીય વેપાર 75.9 અબજ ડૉલર નોંધાયો હતો. અમેરિકા ભારતનું બીજા ક્રમનું જ્યારે યુએઈ ત્રીજા ક્રમનું ટ્રેડ પાર્ટનર રહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાત:

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં નાઓપરાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલવેના વિસ્તૃતિકરણનું ઉદ્‌ઘાટન કર્યું, જેની લંબાઈ 4.1 કિમી છે.

– તે વિશ્વપ્રસિદ્ધ બે સ્થળો કાલિઘાટ ખાતેનાં કાલિ મંદિરો અને દક્ષિણેશ્વર સુધીની પહોંચને સરળ બનાવશે.

– ઉપરાંત, સાઉથ ઇસ્ટર્ન રેલવેના 132 કિમી લાંબા ખડગપુર આદિત્યપુર લાઇન પ્રોજેક્ટના 30 કિમી વિસ્તારમાં ફેલાયેલ ભાગ કલાઇકુંડ અને ઝારગ્રામ વચ્ચેની ત્રીજી લાઇનનું ઉદ્‌ઘાટન પણ કર્યું.

– અઝીમગંજથી ખરગર ઘાટ રોડ સેક્શનનું પણ ઉદ્‌ઘાટન કર્યું. જે ઇસ્ટર્ન રેલવેના હાવડા-બંદેલ-અઝીમગંજ સેક્શનનો એક ભાગ છે.

– હાવડા-બર્ધમાન કોર્ડ લાઇનના દાનકુની અને બરુઇપરા વચ્ચેની ચોથી લાઇન અને હાવડા-બર્ધમાન મેઇન લાઇનના રસુલપૂર અને માગરા વચ્ચેની ત્રીજી લાઇન કે જેને કોલકાતાના મુખ્ય દ્વાર તરીકે ગણવામાં આવે છે તેને પણ નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી.

ભારત અને મૉરિશિયસ વચ્ચે CECPA કરવામાં આવ્યા:

– તાજેતરમાં ભારત અને મૉરિશિયસ વચ્ચે Comprehensive Economic Cooperation and Partnership Agreement (CECPA) કરવામાં આવ્યા.

– ભારત સાથે આ કરાર કરનાર મૉરિશિયસ પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે.

– CECPA હેઠળના ફ્રૅમવર્કનો ઉપયોગ કરીને સર્જિકલ સાધનો, દવા અને કાપડ ઉત્પાદનો જેવી ઘણી બધી ચીજોની મૉરિશિયસની જરૂરિયાત ભારત પૂર્ણ કરશે.

– ઉપરાંત, ભારતના ડોરિયન વિમાન અને ધ્રુવ હેલિકૉપ્ટર દ્વારા મૉરિશિયસને સમુદ્રી સુરક્ષા પૂરી પાડવા માટે કરાર કરવામાં આવ્યા. જેના કારણે મૉરિશિયસની સામુદ્રિક સુરક્ષામાં વધારો થશે અને સંરક્ષણ તાકાત વધશે. 

– આ સાથે ભારતે મૉરિશિયસને 100 મિલિયન અમેરિકી ડૉલરનો આર્થિક સહયોગ આપ્યો જે મૉરિશિયસને જરૂરી રક્ષા સંપત્તિ-ખરીદીની સુવિધા પ્રદાન કરશે.

– વિદેશમંત્રી એસ. જયશંકર અને મૉરિશિયસના પ્રધાનમંત્રી પ્રવીન્દ જુગનાથ વચ્ચે મૉરિશિયસની રાજધાની પૉર્ટ-લુઇસમાં સંયુક્ત મુલાકાત પણ થઈ.

દેશનો સૌથી મોટો ભાગેડુ આવશે ભારત:

દેશની પંજાબ નેશનલ બેન્કનો  સૌથી મોટો આરોપી અને હીરા કારોબારી નીરવ મોદીને ભારત લાવવામાં આવશે. લંડન કોર્ટે નીરવ મોદીના પ્રત્યાપર્ણને મંજૂરી આપી છે. અંદાજિત 13 હજાર કરોડનો ઘોટાળો કરનાર નીરવ મોદી લંડન ભાગી ગયો હતો. ગત મહિને ભારતીય તાપસ એજન્સીઓએ લંડન કોર્ટને જણાવ્યું હતું કે નીરવ મોદી પોન્જી સ્કીમ જેવી યોજનામાં સામેલ છે. તેના પર ઘોટાડાનો આરોપ છે.

ન્યૂઝ વેબસાઈટ માટે કડક નિયમો જાહેર:

મોદી સરકાર સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ સામે કડક નિયમો બનાવ્યાં છે. હવે કોઈ ન્યૂઝ વેબસાઈટ ફેક ન્યૂઝ નહીં ફેલાવી શકે. OTT અને ન્યૂઝ વેબસાઈટને 2વાર સેલ્ફ રેગ્યુલેશનનો મોકો અપાશે. ડિજિટલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ પ્લેટોફોર્મ અમુક નિયમનું પાલન કરવું પડશે. અમે મીડિયા માટે ઈન્સ્ટિટ્યૂટ સિસ્ટમ તૈયાર કરીશું. જેતે મીડિયાએ ખાસ સેલ બનાવી અધિકારી પાસે સમાચારને ચેક-રિચેક-ક્રોસચેક કરવા પડશે.

સોશિયલ મીડિયા માટે કડક નિયમો જાહેર:

મોદી સરકાર સોશિયલ મીડિયા સામે કડક નિયમો બનાવ્યાં છે. સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સની ફરિયાદો માટે એક સેલ બનાવી અધિકારી રાખવો પડશે. ન્યૂડુટૂની ફરિયાદમાં 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે. દર મહિને રિપોર્ટ આપવો પડશે. ફરિયાદ પર 24 કલાકની અંદર એક્શન અને 15 દિવસમાં ઉકેલ લાવવો પડશે. અફવા કે ખોટા કન્ટેન્ટ પોસ્ટ કે કન્ટેન્ટ કરનારની માહિતી આપવી પડશે. કોઈનું કન્ટેન્ટ હટાવ્યું હોય, તો એ જણાવવું પડશે.

OTT મુદ્દે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય:

મોદી સરકાર હવે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ સામે કડક નિર્ણય લીધો છે. હવેથી સોશિયલ મીડિયામાં ખોટી ભાષાનો ઉપયોગ સહિ નહીં લેવાય. 24 કલાકમાં સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મમાંથી વાંધાજનક સામગ્રી દૂર કરવી પડશે. આમ, OTT પર હવે સેન્સર બોર્ડ જેવા નિયમો લાગશે. નવા નિયમોનો અમલ 3 મહિનામાં કરાશે. અફવાઓ ફેલાવનારા સામે કડક કાર્યવાહી થશે. જેતે પ્લેટફોર્મે ફેક ન્યૂઝ ફેલાવનારની માહિતી આપવી પડશે.

‘વિદ્યાર્થીએ સત્ર પરીક્ષા આપવી જ પડશે’:

ગુજરાતમાં તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ કર્યાં બાદ હવે સરકારે પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધોરણ 3થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી છે. જેમાં રાજ્યની દરેક શાળામાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા આપવાનો આદેશ કર્યો છે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત રહેશે. જેથી વિદ્યાર્થીઓએ કોઈપણ સંજોગોમાં ફરજિયાત પરીક્ષા આપવી પડશે.

તારીખ : ૨૪/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો

 તારીખ : ૨૩/૦૨/૨૦૨૧ નું જનરલ નોલેજ : અહી ક્લિક કરો

આર્ટીકલ ગમે તો શેર કરજો અને આવી નવીનતમ જાણકારી માટે અમારા બ્લોગ ની મુલકાત લેતા રહો.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!