જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા@anyror.gujarat.gov.in

જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા:ગુજરાત સરકાર દ્વારા જમીન રેકોર્ડ સિસ્ટમ ને ઓનલાઈન કરવામાં આવી છે.ગુજરાત ઇ ધરા તરીકે ઓળખાતી આ સુવિધા ને ભારત સરકાર દ્વારા પણ પ્રશંસા મળી છે.આ સુવિધા દ્વારા 7/12 અને 8-અ ના દાખલા ઘરેબેઠા ઓનલાઈન મેળવી શકાય છે.આ સિસ્ટમ ને ડિજિટલ અથવા ઓનલાઈન કર્યા બાદ લોકોને સરકારી કચેરીઓમાંથી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.રાજ્ય સરકાર દ્વારા Anyror પોર્ટલ પર જમીનના તમામ રેકર્ડ ઓનલાઈન મુકવામાં આવ્યા છે.

જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા

રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતો ના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કોઈપણ ખેડૂત હવે પોતાની જમીનના 7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન મેળવી શકશે.ખેડૂત પોતાની જમીન નો સર્વે નંબર,જમીનનું ક્ષેત્રફળ,જમીનનો પ્રકાર અને માલિકી કોની છે તે પણ જાણી શકશે.

વિભાગનું નામમહેસુલ વિભાગ, ગુજરાત
પોસ્ટનું નામજમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવવા
ઉદ્દેશ7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન મેળવવા
લાભ કોને મળશેગુજરાતના તમામ ખેડૂતો ને
સર્વિસનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટanyror.gujarat.gov.in

Anyror ગુજરાત શુ છે?

Anyror ગુજરાત એ રાજ્ય સરકાર નું ઓફિશિયલ પોર્ટલ.છે જેમાં જમીનના જુના રેકર્ડ, ગામના નમૂના મિલકત ની વિગત અને ડિજિટલ સિલ્ડ પ્રોપટી કાર્ડની નકલ વગેરે ઓનલાઈન મેળવી શકાય છે.મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત ના ખેડૂતો ને કચેરીના ધક્કા ઓછા ખાવા પડે અને સરળતાથી જમીનના રેકર્ડ મળી રહે એ માટે આ વેબસાઈટ શરુ કરવામાં આવી છે.

ડિજિટલ સાઇન્ડ નકલ ઓનલાઈન કઈ રીતે મેળવવી

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anyror.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યાં આપેલા ઑપ્સન માંથી View Land Record – Rural પર ક્લિક કરો.
  • તે ઑપ્સન સિલેક્ટ કર્યા બાદ Select Any One લખેલું આવશે.
  • તે ઑપ્સન ખોલ્યા બાદ જમીનને લગતી વિવિધ વિગતો ખુલશે.
  • આપેલી વિગતોમાંથી તમારે જે પણ જમીનને લગતી માહિતી જોઈતી હોય તેના પર ક્લિક કરો.

આ રીતે ઘરેબેઠા કોઈપણ ખેડૂત જમીનના 6, 7/12 અને 8-અ ના ઉતારા ની ઓરીજીનલ નકલો ડિજિટલ સાઇન્ડ દ્વારા ઓનલાઈન સરળતાથી મેળવી શકે છે.આ નકલો ખેડૂત ઓનલાઈન ફી ભર્યા બાદ જ મેળવી શકશે,ફી પણ ખેડૂતે Anyror વેબસાઈટ દ્વારા ઓનલાઈન જ ભરવાની રહેશે.તમે જે જમીનનો રેકર્ડ ડાઉનલોડ કરો છો તેમાં એક QR Code આપવામાં આવેલો હશે તે સ્કેન કરીને ખેડૂત જાણી શકશે કે ઉતારામાં આપેલી તમામ વિગતો સાચી જ છે અને પોતાની છે.

7/12 ની નકલ Online 2022

  • 7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ anyror.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માં આપેલા ઑપ્સનમાંથી “Digitally Signed For/ડિજિટલી સાઇન્ડ ગામના નમૂના” પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને Captcha Code ખાનામાં દાખલ કરો અને Generate OTP ના ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ OTP તમારા મોબાઈલ નંબર પર આવશે તે OTP એન્ટર કર્યા બાદ Login બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ડિજિટલ સાઇન્ડ ગામનો નમુનો મેળવવા નું ફોર્મ ખુલશે તેમાં તમામ વિગતો દાખલ કરો.
  • તમામ વિગતો દાખલ કર્યા બાદ “Add Village Form” પર ક્લિક કરો.
  • હવે જે પેજ ઓપન થાય તેમાં તમારે જે પણ વિગતો જોતી હોય તેની યાદી તૈયાર કરો.
  • ગામના નમુનાની યાદી તૈયાર કર્યા બાદ તમામ વિગતો ચેક કરી “Proceed For Payment” પર ક્લિક કરો.
  • ત્યારબાદ ‘Pay Amount’ પર ક્લિક કરી ઓનલાઈન ફી ભરો.
  • ઓનલાઈન પેમેન્ટ ચુકવ્યા બાદ ડિજિટલ ગામના નમૂના ડાઉનલોડ કરવા માટે તમારા કમ્પ્યુટર કે મોબાઈલ ના સ્ક્રીન પર ગામના નમૂના જોવા મળશે.
  • ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ગામના નમૂના ન જોવા મળે તો ‘Generate RoR’ પર ક્લિક કરો અને ગામના નમૂના તૈયાર કરો.
  • ડિજિટલ ગામના નમૂના ડાઉનલોડ કર્યા બાદ QR Code થી તેની ખરાઈ કરી લો કે તે નમૂના તમારા જ છે.

ઓનલાઈન જમીનનો રેકર્ડ ગ્રામ્ય

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anytime.gujarat.gov.in ની મુલાકાત લો.
  • તેમાં આપેલા વિકલ્પોમાંથી “View Land Record Rural” પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું પેજ ઓપન થશે તેમાં “Select Any One” ના ઑપ્સન પર ક્લિક કરીને કોઈપણ એક વિગત સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારો જિલ્લો,તાલુકો અને ગામ સિલેક્ટ કરો અને Captcha Code નીચે આપેલ બોક્સમાં દાખલ કરો.
  • છેલ્લે Get Record Detail પર ક્લિક કરશો એટલે તમે જે વિગત સિલેક્ટ કરી હશે તેની માહિતી જોઈ શકશો.

ઓનલાઈન જમીન રેકર્ડ શહેરી

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anymore.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ માંથી View Land Record Urban પર ક્લિક કરો.
  • નવા પેજમાં Property Card અથવા Unit Property Card ના ઑપ્સન માંથી કોઈપણ એક સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નીચે આપેલ ‘Select Any One’ માંથી કોઈપણ એક વિગત સિલેક્ટ કરો.
  • વિગત સિલેક્ટ કર્યા બાદ તમારો જિલ્લો,સીટી સર્વે ઓફિસ,વોર્ડ, સર્વે નંબર અને શીટ નંબર દાખલ કરો.
  • છેલ્લે Captcha Code ખાનામાં દાખલ કરીને “Get Record Detail” પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમે જે વિગત સિલેક્ટ કરી હશે તેની માહિતી વિગતવાર જોઈ શકો છો.

આ રીતે ઉપરના સરળ સ્ટેપ દ્વારા તમે જમીનના રેકર્ડ ઓનલાઈન સરળતાથી ચેક કરી શકો છો.

જમીનના રેકર્ડ મેળવવા માટેઅહીં ક્લિક કરો

જમીનના રેકર્ડ ઓનલાઈન FAQ

જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા માટેની વેબસાઈટ કઈ છે?

જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા માટેની વેબસાઈટ anyror.gujarat.gov.in છે.

Anyror વેબસાઈટ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?

ગુજરાત સરકાર ના મહેસુલ વિભાગ દ્વારા Anyror વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.

7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન મેળવી શકાય છે?

હા,anyror.gujarat.gov.in વેબસાઈટ પરથી 7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

Sharing Is Caring: