Khel Mahakumbh Registration 2023: ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન 2023

Khel Mahakumbh Registration 2023 : ગુજરાત રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાશે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની દરખાસ્તને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. ખેલ મહાકુંભમાં સામેલ આ અલગ અલગ પ્રકારની એથલેટિક પ્રવૃત્તિઓ સામાન્ય લોકો અને સરકાર બંનેને મદદરૂપ નીવડશે. રમતગમતમાં રસ દાખવતા વ્યક્તિઓને શારીરિક અને માનસિક બંને સ્તરે ઉચ્ચ સ્તરની તંદુરસ્તી જાળવવામાં સક્ષમ બનાવે છે.

Khel Mahakumbh Registration 2023

ખેલ મહાકુંભ 2023 માં કઈ કઈ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની બધી જ રમતોની યાદી નીચે મુજબ આપેલ છે.

  • બોક્સિંગ
  • બેડમીન્ટન
  • વોલીબોલ
  • શૂટિંગ બોલ
  • આર્ટીસ્ટિસક સ્કેટટિંગ
  • વેઈટ લિફ્ટિંગ
  • ટેનિસ
  • હોકી
  • ટેકવેંડોસ
  • સાયકલિંગ
  • જીમ્રાસ્ટિક
  • કરાટે
  • એથલેટિક્સ
  • આર્ચરી
  • બાસ્કેટબોલ
  • ટેબલ ટેનિસ
  • યોગાસન
  • હેન્ડબોલ
  • કુસ્તી
  • ખો – ખો
  • સ્વિમિંગ
  • સ્કેટિંગ શૂટિંગ
  • ફૂટબોલ
  • ચેસ
  • કબડ્ડી
  • રસ્સા ખેંચ
  • મલખાંબ

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન માટે શું શું પાત્રતા જોઈએ ?

  • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જરૂર છે.
  • ઉમેદવારની ઉંમર સ્પર્ધાની શરતો મુજબ હોવી જોઈએ.
  • ખેલાડીએ રજીસ્ટ્રેશન ફી ભરવાની થાય છે.

ખેલ મહાકુંભ માટે ઉંમર શું જોઈએ?

ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓને અલગ અલગ ઉંમર પ્રમાણે રમત રમાડવામાં આવે છે જેની યોગ્ય ઉંમરની પાત્રતા દર્શાવેલ છે.

  • 11 Age Group માં તારીખ 01/01/2012 અને તે પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
  • Under 14 Age Group માં તારીખ 01/01/2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.
  • Under 17 Age Group માં તારીખ 01/01/2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
  • Open Age Group માં 17 વર્ષથી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ 01/01/1978 થી 31/12/2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.

ડૉક્યુમેન્ટ શું શું જોઈએ ?

  • આધાર કાર્ડની નકલ
  • મોબાઇલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • કોચનું નામ, સરનામું અને મોબાઇલ નંબર
  • અંડર- 11, અંડર -14 અને અંડર -17 ના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Ragistration કરાવવાનું રહેશે.
  • Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Ragistration જાતે અથવા કોઈ પણ શાળા / કોલેજમાંથી કરાવી શકશે. ખેલમહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I’d અને password ની માહિતી મોબાઇલ પર SMS અથવા e- mail થી પ્રાપ્ત થશે.

ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

  • ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • તેમાં “રજીસ્ટ્રેશન” ટેબ પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી અને રમતની પસંદગી દાખલ કરો.
  • ” રજિસ્ટ્રેશન” બટન પર ક્લિક કરો.
  • એમાં માંગેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક સાચી ભરો.
  • રજિસ્ટ્રેશન પૂરું થયા પછી , ખેલાડીને તેમના રજીસ્ટ્રેશનનું નોટિફિકેશન ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થશે.

રજીસ્ટ્રેશનની તારીખ

  • ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે.
  • ખેલ મહાકુંભ 2023 વિશે અન્ય મહત્વની માહિતી ખેલ મહાકુંભ 2023 ની સ્પર્ધાઓ ગામ, તાલુકા, અને જિલ્લા સ્તરે યોજવામાં આવશે. જિલ્લા સ્તરની સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે.

હેલ્પલાઇન નંબર

ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરતી વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે જે નીચે મુજબ છે.

  • નંબર : 18002746151
  • એડ્રેસ : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન સેક્ટર 10, ગાંધીનગર

મહત્વની લીંક

No.Links
1School / College Registration
2School / College Login
3Team Registration
4Individual Registration
5DSO / senior Coach Login
6Generate Receipt From KMD ID
Sharing Is Caring: